છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની કારને અકસ્માત, કલેક્ટરનો થયો આબાદ બચાવ
અકસ્માતની જાણકારી બાદ સ્થાનિક પોલીસ સહીત તંત્રનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. અકસ્માતમાં કલેક્ટરની કારના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી
છોટાઉદેપુરથી બોડેલી જઈ રહેલા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની કારને અકસ્માત નડયો છે. આ અકસ્માત પાવીજેતપુર અને દિવાલીયા વચ્ચે થયો છે.
કલેક્ટર ગાર્ગી જૈનની ઈનોવા કાર પુરઝડપે આવી રહેલી બોલેરો કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બંને તરફ વાહનોને નુકશાન થયું છે.
અકસ્માતની જાણકારી બાદ સ્થાનિક પોલીસ સહીત તંત્રનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. અકસ્માતમાં કલેક્ટરની કારના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે પોલીસે ઘટનાસ્થળેથી બલેરો કારના ડ્રાઈવરની ધરપકડ કરી છે.