યુવતી નકલી TTE બનીને ટ્રેનમાં કરી રહી હતી ટીટીગીરી, 100-200 રૂ.ની વસૂલી વખતે RPFએ ઝડપી
આખા મામલાનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં પ્રવાસી યુવતીએ તેની ઓળખ અને રેલવે કર્મચારી હોવા સંદર્ભે સવાલ કરતો દેખાય રહ્યો છે
ઉત્તરપ્રદેશના ઝાંસીમાં ટ્રેનની અંદર કથિતપણે નકલી ટીટીઈ બનીને પ્રવાસીઓ પાસેથી નાણાં વસૂલનારી એક યુવતીને આરપીએફે ઝડપી પાડી છે. આ યુવતી ટીટીઈ જેવું જેકેટ અને નકલી આઈડી લગાવીને પ્રવાસીઓનું ચેકિંગ કરી રહી હતી અને કથિતપણે 100-200 રૂપિયા સુધીની રકમ માંગી રહી હરતી. મામલો શંકાસ્પદ થયો અને એક પ્રવાસીએ કર્મચારી નંબર અને અસલી આઈડી બાબતે જાણકારી માંગી હતી.
આરોપ છે કે તેના પછી ટીટીઈ તરીકે ઉભેલી યુવતીએ જવાબ બદલવાનું શરૂ કર્યું. શંકા વધવા લાગી અને આ મામલે આરપીએફને જાણકારી આપવામાં આવી.
જણાવવામાં આવે છે કે યુવતી પાસે લગભગ 3500થી 4000 રૂપિયા રોકડા પણ મળ્યા છે. તેના પછી આરપીએફએ ઝાંસી સ્ટેશન પર તેને કસ્ટડીમાં લીધી.
આખા મામલાનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં પ્રવાસી યુવતીએ તેની ઓળખ અને રેલવે કર્મચારી હોવા સંદર્ભે સવાલ કરતો દેખાય રહ્યો છે.