AMCએ રોડ પહોળો કરવા માટે 83 ગેરકાયદેસર દુકાનો હટાવી, સરસપુર-રખિયાલ વોર્ડમાં કાર્યવાહી કરાઈ
સ્થાનિક લોકો કે વેપારીઓ તરફથી આ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવે નહીં, તેના માટે સમગ્ર ડિમોલિશન કામગીરી સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત સુરક્ષા વચ્ચે પૂર્ણ કરવામાં આવી છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ઉત્તર ઝોન દ્વારા સરસપુર - રખિયાલ વિસ્તારમાં રોડ પહોળો કરવા માટે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા પરના ગેરકાયદેસર બિન-રહેણાંક પ્રકારના 83 બાંધકામોને હટાવવામાં આવ્યા છે.
એએમસી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે 700મીટરની લંબાઈ ્ને 30.40 મીટરની પહોળાઈ ધરાવતી રોડલાઈન્સમાં કરવામાં આવી છે. આ રોડલાઈનમાં નડતરરુપ બનેલા બિનરહેણાંક પ્રકારના 83 બાંધકામો સામે અમલીકરણની કડક કાર્યવાહી કરાઈ છે.
સ્થાનિક લોકો કે વેપારીઓ તરફથી આ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવે નહીં, તેના માટે સમગ્ર ડિમોલિશન કામગીરી સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત સુરક્ષા વચ્ચે પૂર્ણ કરવામાં આવી છે.
મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને માર્ગોને દબાણમુક્ત કરવા માટે એએમસી દ્વારા આ પ્રકારની સધન ડ્રાઈવ સતત ચલાવવામાં આવી રહી છે