પાકિસ્તાને 72KM પ્રહાર કરતી 250 ચીની SH-15 તોપો સીમાએ તેનાત કરી,ભારતે કહ્યું- રાષ્ટ્રહિતમાં જે જરૂરી હશે તે કરીશું
ચીનમાં પીસીએલ-181ના નામથી ઓળખાતી એસએચ-15 તોપોને મુખ્યત્વે ગુજરાંવાલા, સિયાલકોટ અને જલાલપુર જટ્ટાં સેક્ટરોમાં તેનાત કરી છે, જે ખાસ કરીને શકરગઢ બલ્જની આસપાસનો વિસ્તાર છે. આ તોપોનો ઉપયોગ ઓપરેશન સિંદૂર વખતે પણ પાકિસ્તાને કર્યો હતો
ભારતે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે જે કંઈપણ જરૂરી હશે કરીશું. આ આકરું નિવેદન તાજેતરના એ રિપોર્ટ્સ બાદ આવ્યું કે જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને ભારત સાથેની સરહદ પર ચીન નિર્મિત એસએચ-15 સેલ્ફ પ્રોપેલ્ડ તોપોની મોટી તેનાતી કરી છે.
વિદેશ મંત્રાલયે પોતાના વિકલી બ્રિફિંગમાં સવાલોનો જવાબ આપતા કહ્યુ છે કે સીમા પાર આતંકવાદ પવર ભારતનું વલણ બદલાયું નથી અને દેશ પોતાની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યુ છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન એ દેખાયું હતું કે કેવી રીતે પાકિસ્તાને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.
ભારત તરફથી બિલ્કુલ સ્પષ્ટ વલણ છે કે સીમા પાર આતંકવાદને કોઈપણ સંજોગોમાં થંભવું જોઈએ. જયસવાલે ભારપૂર્વક કહ્યુ કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતમાં જે પણ જરૂરી હશે તે કરશે અને તેના માટે ભારતીય સેના હંમેશા સંપૂર્ણપણે સતર્કતા સાથે તેનાત છે.
પાકિસ્તાન દ્વારા 250 ચીની હોવિત્ઝરની તેનાતી
વિદેશ મંત્રાલયના વિકલી બ્રીફિંગના એક દિવસ પહેલા જ પાકિસ્તાને પોતાાના તોપખાનાના આધુનિકીકરણના કાર્યક્રમ હેઠળ ભારતની આંતરરાષ્ટ્રીય સીમા સહીતની સરહદો પર લગભગ 250 ચીન નિર્મિત એસએચ-15 પૈંડાદાર સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર તેનાત કરી છે. પાકિસ્તાને 2019માં ચીનની સરકારી ડિફેન્સ કંપની નોરિન્કોને 236 એસએચ-15 155એમએમ/52 કેલિબપર તોપોનો ઓર્ડર આપ્યો હતો. આ તોપોની ડિલીવરી 2022થી શરૂ થઈ અને 2023માં તેનો બીજો જથ્થો પણ પાકિસ્તાન પહોંચ્યો હતો. આ સિવાય પાકિસ્તાને હેવી ઈન્ડસ્ટ્રીઝ ટેક્સિલામાં આ આર્ટિલરી સિસ્ટમના નિર્માણની તકનીક હસ્તાંતરણની સમજૂતી પણ કરી છે.
ચીનમાં પીસીએલ-181ના નામથી ઓળખાતી એસએચ-15 તોપોને મુખ્યત્વે ગુજરાંવાલા, સિયાલકોટ અને જલાલપુર જટ્ટાં સેક્ટરોમાં તેનાત કરી છે, જે ખાસ કરીને શકરગઢ બલ્જની આસપાસનો વિસ્તાર છે. આ તોપોનો ઉપયોગ ઓપરેશન સિંદૂર વખતે પણ પાકિસ્તાને કર્યો હતો.
155 એમએમની આ આર્ટિલરી સિસ્ટમ ઘણાં પ્રકારના શેલ્સ છોડવા માટે સક્ષમ છે અને રોકેટ અસિસ્ટેડ પ્રોજેક્ટાઈલનો ઉપયોગ કરવા પર તેની મારક ક્ષમતા 50 કિલોમીટરથી પણ વધારે થઈ જાય છે.
પૂર્વ મહાનિદેશ (આર્ટિલરી) રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ પી. આર. શંકર પ્રમાણે, આ ખરીદી પાકિસ્તાનની પરંપરાગત મારક ક્ષમતાને મજબૂત કરે છે અને તેના આર્મી રોકેટ ફોર્સની લાંબા અંતરના હુમલા કરવાની ક્ષમતાને ઘણી વધારે છે.
પીઓકેમાં ચૂંટણી પ્રક્રિયાનો ડ્રામા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીઓની આકરી ટીકા કરી છે. તેમણે આ ચૂંટણી પ્રક્રિયાને સંપૂર્ણપણે દેખાડો ગણાવ્યો છે અને પાકિસ્તાન પર જનતાનો અવાજ દબાવવા માટે બળપ્રયોગ કર્યાનો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યુ છે કે જૂનથી અત્યાર સુધીમાં પીઓકેમાં ચાલી રહેલી દમનકારી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 90 લોકોના જીવ ગયા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનને તેના આ કૃત્યો માટે જવાબદાર ઠેરવવાની સખત અપીલ કરી છે.
આતંકી ઢાંચા નષ્ટ કરે પાકિસ્તાન
મીડિયા દ્વારા લશ્કરે તૈયબાના એ વાઈરલ વીડિયો બાબતે પુછવામાં આવ્યું કે જેમમાં આતંકી જૂથે દાવો કર્યો હતો કે તેમના 30તી 40 કમાન્ડર માર્યા ગયા છે અને તેની પાછળ કથિતપણે ભારતીય એજન્સીઓનો હાથ છે, જયસવાલે કહ્યુ હતુ કે ભારત સતત તમામ દેશોનો હાકલ કરે છે કે તે સીમા પાર આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તેમણે પાકિસ્તાનને પણ કહ્યુ છે કે તે સીમા પાર આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરે અને પોતાની ધરતીથી સંચાલિત થઈ રહેલા આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરે.