"સરકાર ખુદ ગોટાળામાં ફસાયેલી છે" : મુરલી મનોહર જોશીએ મોદી સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ
ડૉ. જોશીએ કહ્યુ છે કે હું ખૂબ વિનમ્ર ભાવથી પુછું છું છે કે વાજેપેયીજીના સમયમાં પેપર લીક કેમ થતા ન હતા? તેમણે ઉમેર્યું કે આજે બેંકો અને વેપારમાં ગોટાળા થઈ રહ્યા છે, સરકાર ખુદ ગોટાળામાં ફસાયેલી છે, તેની અસર શિક્ષણ અને વિદ્યાર્થીઓ પર પણ પડે છે
ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંથી એક એવા ભૂતપૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી અને માર્ગદર્શક મંડળના સદસ્ય ડૉ. મુરલી મનોહર જોશીએ કેન્દ્રની મોદી સરકારની શિક્ષણ નીતિ, બજેટ અને પ્રશાસનિક પ્રાથમિકતાઓ પર તીખા સવાલો કર્યા છે.
અગ્રણી અખબાર અમર ઉજાલાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ડૉ. મુરલી મનોહર જોશીએ પેપર લીક, શિક્ષણના વ્યવસાયીકરણ, બજેટમાં કાપ અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણ પર સરકારને આરોપીના પાંજરામાં ઉભી કરી છે.
પેપર લીકની આ ઘટનાઓની પરીક્ષા પ્રણાલીની નિષ્ફળતા માનવાના સ્થાને ડૉ. મુરલી મનોહ જોશીએ આ સમાજ અને શાસનના વધતા ભ્રષ્ટાચાર સાથે જોડી છે.
તેમણે કહ્યુ છે કે જ્યારે છાત્ર જોવે છે કે શિક્ષકોની નિયુક્તિઓ લાંચ આપીને થઈ રહી છે અને દરેક ક્ષેત્રમાં નાણાંની બોલબાલા છે, તો તે પણ ખોટા માર્ગ અપનાવવામાં સંકોચ રાખતા નથી.
ડૉ. જોશીએ કહ્યુ છે કે હું ખૂબ વિનમ્ર ભાવથી પુછું છું છે કે વાજેપેયીજીના સમયમાં પેપર લીક કેમ થતા ન હતા? તેમણે ઉમેર્યું કે આજે બેંકો અને વેપારમાં ગોટાળા થઈ રહ્યા છે, સરકાર ખુદ ગોટાળામાં ફસાયેલી છે, તેની અસર શિક્ષણ અને વિદ્યાર્થીઓ પર પણ પડે છે.
પેપર લીક રોકવા માટે સરકાર દ્વારા વિમાનો, સેના અને સુરક્ષા એજન્સીઓના ઉપયોગની કવાયત પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે એવું લાગે છે જાણે આ પરીક્ષા નહીં, યુદ્ધ છેડાય ગયું હોય.
ડૉ. જોશીએ સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે પ્રાથમિક શિક્ષણ અને સ્વાસ્થ્યનું બજેટ સતત ઘટી રહ્યું છે, જ્યારે સડકો અને સડક પરિવહન પર ખર્ચ વધારાય રહ્યું છે.
બજેટ પ્રાથમિકતાઓ પર તેમણે કહ્યુ કે સડકો બનાવવા જ વિકાસ નથી. સડકો માટે એન્જિનિયર અને મશીનો જોઈએ, તેના માટે મજબૂત પ્રણાલી જરૂરી છે.
ભાજપના વરિષ્ઠ નેતાએ ક્હ્યુ છે કે શિક્ષણે આર્થિક સ્વરૂપથી ઉત્પાદક હોવું જરૂરી છે. દિલ્હીમાં એમ. એ. , પીએચડી અને બીએડ ડિગ્રીધારક સફાઈ કર્મચારીઓ અથવા કોન્ટ્રાક્ટ પર કામ કરવા માટે મજબૂર છે.
શિક્ષણ અને ચિકિત્સા માત્ર નફો કમાવવાનું માધ્યમ હોવું જોઈએ નહીં. પ્રાઈવેટ સેક્ટર આવે, પણ પોતાની કમાણીનો એક હિસ્સો પાછો શિક્ષણના વિકાસમાં લગાવે.
ત્યારે વિકસિત ભારતના મુદ્દા પર જોશીએ કહ્યુ કે આધુનિક માપદંડોના સ્થાને માનવીય જીવન મૂલ્યો પર ધ્યાન આપવું જરુરી હશે. પ્રકૃતિ સાથે રહેનારા આદિવાસી સમુદાય પણ પોતાની જીવન શૈલીમાં વિકસિત છે.
નવી શિક્ષણ નીતિ પર બોલતા ડૉ. જોશીએ કહ્યુ કે વાજપેયી સરકાર દરમિયાન પણ શિક્ષણ નીતિ બદલવાના સૂચન આવ્યા હતા. પરંતુ તેમણે જૂની નીતિનો અભ્યાસ કર્યા બાદ જોયું કે નીતિ માત્ર એટલા માટે બદલવી જોઈએ નહીં, કારણ કે તેને રાજીવ ગાંધીની સરકારના સમયે બનાવવામાં આવી હતી.
તેમણે કહ્યુ કે તે સમય જૂની નીતિના માળખામાં જ જરૂરી સંશોધન કરવામાં આવ્યા હતા.
તેમણે NEP 2020ના નિર્માણમાં નીતિ પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા અને યાદ અપાવ્યું કે તેમના સમયમાં યોજના પંચ માત્ર શ્રમ કે રોજગારની જરૂરિયાતોનું આકલન કરતું હતું, શિક્ષણના મામલામાં હસ્તક્ષેપ કરતું ન હતું.
તેમણે નેબરહુડ સ્કૂલ સિસ્ટમ (પાડોશની સ્કૂલમાં અભ્યાસ)ની વકીલાત કરતા કહ્યુ કે અમીર અને ગરીબ તમામ બાળકોને પ્રારંભિક તબક્કામાં સમાન અને નિશુલ્ક શિક્ષણ મળવું જોઈએ.