ગુજરાત HC અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ચેન્નઈથી ઝડપાયો, પોલીસ પૂછપરછ હાથ ધરી
આ ઈમેલ ચેન્નઈથી થયો હોવાનું ઉજાગર થયા બાદ સાયબર ક્રાઈમની ટીમ ચેન્નઈ પહોંચી હતી. ત્યાંથી ઈમેલ કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ અને સુરતમાં બે દિવસ પેહલા હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટને બોબ્બથી ઉડાડી દેવાની ધમકી ભરેલો ઈમેલ મોકલનારા આરોપીઓને સાયબર ક્રાઈમે ઝડપી પાડયા છે. આ ધમકી ક્યાં કારણોસર અપાઈ છે, તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ હાઈકોર્ટ અને અન્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી ચુકી છે. હાલ સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
શનિવારે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલ પર ઈમેલ કરીને બોમ્બ આરડીએક્સથી અમદાવાદ અને સુરત કોર્ટને ઉડાડી દેવાની ધમકી અપાઈ હતી. ઈમેલ મળ્યા બાદ બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા કોર્ટમાં તપાસ કરવામાં આવી. પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળ્યા નહીં. જેથી સાયબર ક્રાઈમે ખોટો ઈમેલ કરનાર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
આ ઈમેલ ચેન્નઈથી થયો હોવાનું ઉજાગર થયા બાદ સાયબર ક્રાઈમની ટીમ ચેન્નઈ પહોંચી હતી. ત્યાંથી ઈમેલ કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીને અમદાવાદ લાવીને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.