અબજો વર્ષ પહેલા ચંદ્ર પર થઈ હતી ભીષણ દુર્ઘટના? ચંદ્રયાને શોધ્યા મહત્ત્વના પુરાવા
રસપ્રદ વાત એ છે કે આ ખાડો ખુદ તો ગાયબ થઈ ચુક્યો છે, પરંતુ અબજો વર્ષ પહેલા ઉલ્કાપિંડના ટકરાવા પર જે ખનીજ બહાર કાઢયા હતા, વૈજ્ઞાનિકોએ તેના દ્વારા આની જાણકારી મેળવી છે
ભારતના ચંદ્રયાન-1 મિશને ચંદ્રના એક જૂના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. જેને વૈજ્ઞાનિકો ચંદ્રનું ભૂત કહી રહ્યા છે. હકીકતમાં અમદાવાદ ખાતે ભૌતિક અનુસંધાન લેબોરેટરી (PRL)ના વૈજ્ઞાનિકોએ ચંદ્રના અણદેખાયેલા હિસ્સા પર એક બેહદ પ્રાચીન અને વિશાળકાય ખાડાના ભૂગર્ભીય પુરાવા શોધી કાઢયા છે.
રસપ્રદ વાત એ છે કે આ ખાડો ખુદ તો ગાયબ થઈ ચુક્યો છે, પરંતુ અબજો વર્ષ પહેલા ઉલ્કાપિંડના ટકરાવા પર જે ખનીજ બહાર કાઢયા હતા, વૈજ્ઞાનિકોએ તેના દ્વારા આની જાણકારી મેળવી છે.
આ શોધ બિલ્કુલ કોઈ ક્રાઈમ સીન જેવી છે, જ્યાં મુખ્ય પુરાવા તો ખતમ થઈ ચુક્યા છે, પરંતુ ફિંગરપ્રિન્ટ્સ બાકી છે. ચંદ્રયાન-1ના મૂન મિનરોલોજી મેપર (એમ-3) ઈન્સ્ટ્રુમેન્ટે ડેટાનું ફરીથી વિશ્લેષણ કર્યું. જેમાં વૈજ્ઞાનિકોને ચંદ્ર પર માર ઓસ્ટ્રેલ વિસ્તારમાં ઓર્થોપાયરોક્સિન નામના ખનીજનો મોટો ગોળ ખાડો મળ્યો.
જ્યારે કોઈ ઘણો મોટો એસ્ટેરોયડ ચંદ્ર સાથે ટકરાયો છે, તો તે ચંદ્રની સપાટીને ઊંડાણ સુધી ખોદી નાખે છે અને અંદરના ભાગોના ખનીજ બહાર ફેલાયને ચારે તરફ એક રિંગ બનાવી લે છે. ઓર્થોપાયરોક્સિન ચંદ્રની ઘેરાઈમાં મળનારા ખનીજ છે. તેના ગોળ ઘેરામાં મળવું એ સાબિત કરે છે કે અહીં ક્યારેક ઓસ્ટ્રેલ બેઝિન નામનો એક વિશાળકાય ખાડો હતો.
કેમ ગાયબ થઈ ગયો વિશાળકાય ખાડો?
માર ઓસ્ટ્રેલ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક લાંબા સમયથી અસમંજસમાં હતા, કારણ કે ત્યાં ઘણાં નાના-નાના જ્વાળામુખીય બેસાલ્ટના થબ્બા તો હતા, પરંતુ કોઈ મોટા ખાડાનું ઉપરી માળખું દેખાતું ન હતું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અબજો વર્ષો દરમિયાન થયેલા સતત ઉલ્કાપિંડોના હુમલાઓ અને જ્વાળામુખીય હલચલોએ આ ખાડાને સંપૂર્ણપણે મિટાવી દીધા.
આ વિસ્તારમાં બે મોટા વિસ્ફોટ થયા હશે. ઓસ્ટ્રેલ બેસિન બન્યા બાદ તેની ઉપર લગભગ 880 કિલોમીટર પહોળું ઓસ્ટ્રલ નોર્થ બેસિન બન્યું હશખે, જેના જૂના માળખાને વધારે દબાવી દીધું. બાદમાં જ્વાળામુખીથી નીકળનારા લાવાએ આ સ્થાનને ભરી દીધું, જેની જૂના પડ નીચે દબાાઈ ગયા.
ચંદ્રના પ્રારંભિક જીવનનું રહસ્ય
આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોને એનોર્થોસાઈટ નામનું ખનીજ મળ્યું નથી, જે સામાન્ય રીતે ચંદ્રના નવા ખાડામાં મળે છે. આના પરથી એ અંદાજ લગાવાય રહ્યો છે કે ઓસ્ટ્રેલ બેસિન ચંદ્રના ઈતિહાસના બિલ્કુલ પ્રારંભિક તબક્કામાં બન્યું હશે, કે જ્યારે ચંદ્રની ઉપરની સપાટી બની રહી હતી.
આ રિસર્ચ ધ પ્લેનેટરી સાઈન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે. આ શોધે એ સાબિત કરી દીધું છે કે ભલે સમયની સાથે ચંદ્રનો કોઈઈ વિશાળકાય ખાડો નક્શામાંથી મટી ગયો હો, પરંતુ ચંદ્રયાન-1એ તેની ખનીજ રૂપે અસ્તિત્વમાં રહેલી ફિંગરપ્રિન્ટ્સને શોધીને ગાયબ થઈ ચુકેલા ખાડાના અસ્તિત્વને ફરીથી જીવંત કર્યું છે.