ચોમાસાની વિદાયની તારીખ આવી ગઈ! IMDએ જણાવ્યું પશ્ચિમ રાજસ્થાનથી મોનસૂનની વાપસી માટે પરિસ્થિતિઓ અનુકૂળ
આઈએમડીની સત્તાવાર ઘોષણા અને જાહેર કરવામાં આવેલા નક્શામાં પશ્ચિમ રાજસ્થાનને સ્પષ્ટપણે ચિન્હિત કરવામાં આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે મોનસૂનની વાપસી સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમી ભારતથી શરૂ થાય છે અને ધીરેધીરે દક્ષિણ-પૂર્વ તરફ આગળ વધે છે.
એક તરફ ગુજરાત સહીત દેશના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ ચોમાસાની વિદાઈને લઈને સત્તાવાર જાણકારી સામે આવી છે.
ભારતીય હવામાન વિભાગ - આઈએમડીએ સોમવારે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની વાપસી માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. આઈએમડી મુજબ, પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી મોનસૂનની વિદાઈ 19 સપ્ટેમ્બર, 2026ની આસપાસ શરૂ થવાની સંભાવના છે.
આઈએમડીની સત્તાવાર ઘોષણા અને જાહેર કરવામાં આવેલા નક્શામાં પશ્ચિમ રાજસ્થાનને સ્પષ્ટપણે ચિન્હિત કરવામાં આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે મોનસૂનની વાપસી સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમી ભારતથી શરૂ થાય છે અને ધીરેધીરે દક્ષિણ-પૂર્વ તરફ આગળ વધે છે.
આ વખતે પણ આ પ્રક્રિયા અપેક્ષિત છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલ પરિસ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે, માટે 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ક્ષેત્રોમાંથી મોનસૂનની ઔપચારીક વાપસી શરૂ થઈ શકે છે.