મોરબી નેશનલ હાઈવે પર શખ્સ બાંકડો મૂકીને ઉંઘી ગયો!, લાલપર પાસે 20 મિનિટ રસ્તો બંધ રહ્યો
વાહનચાલકોએ તેને બાંકડો હટાવીને રોડની બાજૂમાં જવાનું કહ્યું હતું, પણ તે ઘરમાં સૂતો હોય તેમ બિન્દાસ આરામ કરી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, આ શખ્સ નશાની હાલતમાં હતો.
મોરબીના લાલપર ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર એક અજાણ્યો શખ્સ લાકડાનો બાંકડો લઈને હાઈવે પર આવ્યો અને રોડ વચ્ચે તેને મૂકીને તેના પર તે સુઈ ગયો. આના કારણે મોરબી નેશનલ હાઈવે પરનો ટ્રાફિક 20 મિનિટ સુધી જામ રહ્યો.
આ શખ્સે ડબલ પટ્ટીના રોડમાં એક બાજું પોતે સૂતો હતો અઅને બીજી બાજૂએ પથ્થ મૂકી દાધા હતા. જેના કારણે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડીી હતી અને વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આ ઘટના રાત્રે 10.20 વાગ્યાની હતી અને લગભગ 20 મિનિટ આ શખ્સના નાટકને કારણે રસ્તો બંધ રહ્યો હતો.
વાહનચાલકોએ તેને બાંકડો હટાવીને રોડની બાજૂમાં જવાનું કહ્યું હતું, પણ તે ઘરમાં સૂતો હોય તેમ બિન્દાસ આરામ કરી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, આ શખ્સ નશાની હાલતમાં હતો.
આ શખ્સ રોડ પાસેની દુકાનની બહાર પડેલો બાંકડો ઉપાડીને હાઈવે પર આવ્યો હતો અને બાદમાં પોતાની જાતે જ બાંકડો લઈને ત્યાંથી ચાલ્યો ગયો હતો. એવી શક્યતા છે કે લાલપર ગામ પાસેના કોઈ ઔદ્યોગિક એકમમાં તે કામ કરતો હશે.