ભારત આવી રહ્યા છે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશ્કિયાન, જાણો કેમ?
ઈરાન 2024માં બ્રિક્સનું પૂર્ણ સદસ્ય બન્યું હતું. તેના પછી તહેરાન આ મંચ દ્વારા આર્થિક અને રાજકીય સહયોગ વધારવા પર ભાર મૂકી રહ્યું છે
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશ્કિયાન આગામી મહીને ભારતની મુલાકાતે આવશે. તેઓ દિલ્હીમાં 12-13 સપ્ટેમ્બરે થનારી બ્રિક્સ શિખર સમિટમાં સામેલ થવાના છે. ઈરાને શુક્રવારે પેજેશ્કિયાનની ભારત મુલાકાતની પુષ્ટિ કરી છે. આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે અને સંમેલન નવી દિલ્હીમાં આયોજીત થઈ રહ્યું છે.
પેજેશ્કિયાન ની ભારત મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ બનેલો છે. આ યાત્રા દરમિયાન ભારત અને ઈરાનના દ્વિપક્ષીય સંબંધોની સાથેસાથે પ્રાદેશિક સ્થિતિને લઈને પણ ચર્ચા થવાની આશા છે. ભારત સરત પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવા અને તમામ પક્ષોની વચ્ચે વાતચીત દ્વારા વિવાદોનું સમાધાન કાઢવાની તરફદારી કરી રહ્યું છે.
ઈરાન 2024માં બ્રિક્સનું પૂર્ણ સદસ્ય બન્યું હતું. તેના પછી તહેરાન આ મંચ દ્વારા આર્થિક અને રાજકીય સહયોગ વધારવા પર ભાર મૂકી રહ્યું છે. જૂનમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચી પણ બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠકમાં સામેલ થવા માટે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે ભારત પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવામાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યુ હતુ કે ઈરાન ભારતની કોઈપણ રચનાત્મક ભૂમિકાનું સ્વાગત કરશે.
રાષ્ટ્રપ્રમુખ પેજેશ્કિયાને ઓક્ટોબર-2024માં રશિયાના કઝાનમાં થયેલા બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને પશ્ચિમ એશિયા સહીત પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન ચાબહાર પોર્ટ અને ભારત-ઈરાન સહયોગના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.
ભારત અને ઈરાન વચ્ચે તાજેતરના મહિનામાં કૂટનીતિક સંપર્ક વધ્યો છે. જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ પેજેશ્કિયાન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. જેમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ અને પ્રાદેશિક શાંતિ પર પણ ચર્ચા થઈ હતી. મોદીએ વાતચીત અને કૂટનીતિના માધ્યમથી સમાધાન અને હોર્મુઝ સ્ટ્રેટમાં આવાગમન અને વ્યાપરની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની જરૂરત હોવાનું જણાવ્યું હતું.