અમદાવાદની મહિલા કોન્સ્ટેબલ પણ લવજેહાદથી નથી સુરક્ષિત!, માજીદખાને દુષ્કર્મ કર્યું-હિંદુ ધર્મ છોડવા કર્યું દબાણ
મહિલા કોન્સ્ટેબલ પાસેથી શેરબજારમાં રોકાણના નામે 17 લાખ રૂપિયા પણ પડાવ્યા. મહિલા કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદના ગોમતીપુરની મહિલા કોન્સ્ટેબલને ઓળખ છૂપાવી પ્રેમજાળમાં ફસાવી પરણિત માજીદખાન ચૌહાણે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ અંગિકાર કરવા માટે દબાણ પણ કર્યું. માજીદખાને આ મહિલા કોન્સ્ટેબલ પાસેથી શેરબજારમાં રોકાણના નામે 17 લાખ રૂપિયા પણ પડાવ્યા. મહિલા કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આ મામલાની વિગતો એવી છે કે પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ સાથે કામ કરતા એસઆરપી જવાને પાટણના કુંભરમઢના મુલ્લાવાડામાં રહેતા માજીદખાન ચૌહાણ સાથે તેની ઓળખ કરાવી હતી. આરોપીએ શેરબજાર ટ્રેડિંગ કરતો હોવાનું કહીને રોકાણની વાતો કરી હતી. તેણે 65 જેટલા પોલીસકર્મીઓના નાણાં રોક્યા હોવાનો દાવો કર્યો હતો.
મહિલા પોલીસ કોન્સ્ટેબલને શીશામાં ઉતારીને માજીદખાને મોબાઈલ ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને 6 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આરોપી તેને કહેતો હતો કે તું મારી ગર્લફ્રેન્ડ બની જા તારી બધી જવાબદારી પુરી કરી દઈશ. જેથી મહિલાએ ગુસ્સે થઈને ફોન કાપી નાખીને તેના તમામ નાણાં ઉપાડી લીધા હતા. તેના પછી બંને ફરી મળ્યા અને નાણાંનું રોકાણ કરવા માટે આરોપીએ તેને ફરીથી કહ્યું.
મહિલા કોન્સ્ટેબલે ક્રેડિટ કાર્ડમાંથી લોન અને બેંકમાંથી નાણાં ઉપાડીને માજીદખાનને ટુકડે ટુકડે કરીને 17 લાખ રૂપિયા આપ્યા હતા. આરોપી માજીદખાને મહિલા કોન્સ્ટેબલને કહ્યું કે, તું નોકરીમાંથી રાજીનામું આપી દે. આપણે બંને કુંવારા છીએ લગ્ન કરી લઈશું. આ ઉપરાંત તારો હિન્દુ ધર્મ છોડી દે અમારો મુસ્લિમ ધર્મ પવિત્ર છે. તમારા હિન્દુ ધર્મમાં સ્ત્રીઓનું કોઈપણ જાતનું સન્માન હોતું નથી એવું અવારનવાર કહી ઈસ્લામ સ્વીકારવા દબાણ શરૂ કર્યું હતું.
એક દિવસ માજીદખાન એસ. જી. હાઈવે પર મહિલા કોન્સ્ટેબલને કોફી પીવડાવા માટે લઈ ગયો અને અવાવરુ સ્થાને કાર ઉભી રાખીને કહ્યુ કે આપણે બંને લગ્ન કરી વિદેશ જતા રહીશું અને ઈસ્લામ ધર્મમાં તને લઈ લઈશ, ત્યારે મહિલાએ તેને કહ્યું હતું કે, આપણાં લગ્ન શક્ય નથી. આરોપીએ લગ્નની લાલચ આપી કારની પાછળના ભાગે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ હોટલમાં જમવા ગયા હતા. મહિલાને પરત ઘરે મુકવા આવ્યો ત્યારે પણ આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
જ્યારે મહિલા કોન્સ્ટેબલ મેટ્રો સ્ટેશન પર ફરજ બજાવતી હતી, ત્યારે માજીદખાને તેને પોતાની સાથે બહાર ફરવા જવનાનું કહ્યુ હતું. પણ મહિલા કોન્સ્ટેબલે ના પાડતા માજીદ ગુસ્સો થયો અને કહ્યુ કે તુમ હિંદુ લોગ એસે હી હોતે હો, આમ કહીને જાતિવિષયક શબ્દો બોલીને ફોન લઈને તોડી નાખ્યો હતો. બાદમાં માફી માંગી તેણે એક્સપ્રેસ વે પર લઈ જઈને 15 દિવસ માટે દિલ્હી જવાનું કહી પરત આવી લગ્ન કરવાની વાત કરી હતી.
મહિલા કોન્સ્ટેબલે અવાર-નવાર ફોન કરતા તે ઉપડતો ન હતો. જેથી મહિલાએ પાટણના તેના ઘરે પૂછપરછ કરતા માજીદખાન પરણિત હોવાનું અને એક બાળકનો પિતા હોવાનો ખુલાસો થયો. આ છેતરપિંડીને કારણે મહિલા કોન્સ્ટેબલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી માજીદખાન ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો છે.