AMC દ્વારા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ
આ કામગીરીમાં એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા અમદાવાદ પોલીસ વિભાગની પણ મદદ લેવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં વસ્તીની ગીચતા અને ટ્રાફિક વચ્ચે દબાણો એક મોટી સમસ્યા છે. ત્યારે મધ્ય ઝોનના એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા કાળુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટોપ અને તેની આસપાસના વિસ્તારોમાં મોટાપાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આ કામગીરીમાં એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા અમદાવાદ પોલીસ વિભાગની પણ મદદ લેવામાં આવી હતી.
જાહેર માર્ગો પર આવાગમન સરળ બને અને નાગરિકોને વધુ સુવિધા મળે તેના માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કાઈ છે.
શહેરના જાહેર સ્થળો અને માર્ગોને દબાણ મુક્ત કરવા તથા સુવ્યવસ્થિત રાખવા માટે એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી સતત ચાલુ રહેશે.