બાંગ્લાદેશમાં સૈન્યાભ્યાસ દરમિયાન ચીની ટેન્ક ફાટી, 2 સૈનિકોના મોત- જુઓ Video
આઈએસપીઆર પ્રમાણે, વિસ્ફોટના ચોક્કસ કારણોનો હજી સુધી ખુલાસો થયો નથી. દુર્ઘટનાના કારણોની તપાસ અને વિગતવાર જાણકારી એકઠી કરવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં એક સૈન્યાભ્યાસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હથહાજરી ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ફાયરિંગ ડ્રિલ દરમિયાન ચીન નિર્મિત ટાઈપ-59 ટેન્કમાં અચાનક થયેલા જોરદાર વિસ્ફોટમાં બાંગ્લાદેશની સેનાના બે લોકો ઘટનાસ્થળે જ માર્યા ગયા અને એક અધિકારી ગંભીરપણે ઘાયલ થયો.
બાંગ્લાદેશની સેનાના ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ નિદેશાલયે અને સ્થાનિક મીડિયાએ કહ્યું છે કે આ દુર્ઘટના એવા સમયે થઈ, જ્યારે ટેન્કની અંદરથી ફાયરિંગનો અભ્યાસ થઈ રહ્યો હતો.
વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ટેન્કની અંદર રહેલા બે સૈનિકોએ દમ તોડયો.
ગંભીરપણે ઘાયલ થયેલા અધિકારીને ઈલાજ માટે એરલિફ્ટ કરીને ઢાકા ખાતેની કમ્બાઈન્ડ મિલિટ્રી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
આઈએસપીઆર પ્રમાણે, વિસ્ફોટના ચોક્કસ કારણોનો હજી સુધી ખુલાસો થયો નથી. દુર્ઘટનાના કારણોની તપાસ અને વિગતવાર જાણકારી એકઠી કરવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ ટાઈપ 59 ટેન્ક ચીન દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી એક જૂની મુખ્ય ટેન્ક છે. બાંગ્લાદેશ સેનાએ પોતાના જૂના બેડાના મોટા હિસ્સાને ચીની મદદથી Type 59G Durjoy માપદંડ મુજબ, અપગ્રેડ કર્યો હતો, જેમાં સારી ગન, નવી તકનીક અને કવચ સામેલ છે. જો કે આ જૂની તકનીક અને ભારે ફાયરિંગ અભ્યાસ દરમિયાન સુરક્ષા અને રખરખાવને લઈને મોટાભાગે ચર્ચા થતી રહી છે.