CJP એ આંદોલન સમાપ્ત કર્યું, સરકાર સાથે ત્રણ માંગો પર બની સંમતિ
કૉકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતર ખાતે નીટ-યુજી પેપર લીક કાંડ મામલે ચાલી રહેલા ધરણાં અને આંદોલન સમાપ્ત કરવાનું એલાન કર્યું છે. પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી સીજેપીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ કોન્સ્ટિટ્યૂશનલ ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે ત્રીજા તબક્કાની વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘોષણા કરી છે.
કૉકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતર ખાતે નીટ-યુજી પેપર લીક કાંડ મામલે ચાલી રહેલા ધરણાં અને આંદોલન સમાપ્ત કરવાનું એલાન કર્યું છે. પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી સીજેપીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ કોન્સ્ટિટ્યૂશનલ ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે ત્રીજા તબક્કાની વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘોષણા કરી છે.

ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રી પદેથી રાજીનામા બાદ કૉકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર નીટ-યુજી પેપર લીક કાંડ મામલે ચાલી રહેલા ધરણાં આંદોલન સમાપ્ત કરવાની ઘોષણા કરી છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીની કોન્સ્ટિટ્યૂશનલ ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે સીજેપીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ બેઠક કરી હતી. આ ત્રીજા તબક્કાની બેઠકમાં સરકાર સાથે ત્રણ માંગો પર સંમતિ સધાઈ હતી. તેના પછી સીજેપી નેતાઓની કેન્દ્રીય મંત્રીઓ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સીજેપીના નેતાઓએ કહ્યુ હતુ કે આંદોલન શરૂ કરતા પહેલા ત્રણ મુખ્ય માગણીઓ હતી, તેમાં પહેલી માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું, જેના સરકારે સ્વીકારી લીધી છે.
તેમણે કહ્યુ હતુ કે થોડા સમય પહેલા ધર્મેન્દ્ર પ્રધાનજીએ રાજીનામું આપ્યું છે. અમારી પહેલી માંગ માની લેવામાં આવી છે.
સીજેપીના નેતા સૌરવ દાસે કહ્યુ કે બીજી માંગ આંદોલનકારીઓની વિરુદ્ધ નોંધાયેલી તમામ એફઆઈઆર પાછી લેવાની હતી. તેમણે કહ્યુ કે સરકારે આ માગણી પર પણ સંમતિ દર્શાવી છે. તેમણે કહ્યુ કે જે રાજ્યોમાં ભાજપ અથવા તેના ગઠબંધનની સરકારો છે, ત્યાં છાત્ર આંદોલનકારીઓ પર નોંધવામાં આવેલી તમામ એફઆઈઆ પાછી લેવામાં આવશે અને ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે. તેની સાથે કોકરોચ જનતા પાર્ટીની ટીમના સદસ્યોવિરુદ્ધ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થાય.
આસુતોષ રાંકાએ કહ્યુ કે સરકાર મંગળવાર સુધી પોતાની ગેરેન્ટી લેખિતમાં આપશે. તેમણે કહ્યુ કે નીટના પેપર લીકને કારણે જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 1 કરોડ રૂપિયાના વળતર પર પણ સંમતિ બની છે. તેમણે કહ્યુ છે કે સરકારે અમારી તમામ મુખ્ય માગણીઓ માની લીધી છે. તેથી અમે આંદોલન પાચું ખેંચવાનું એલાન કરીએ છી.
કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યુ કે આંદોલનકારીઓએ ચાર સૂત્રીય લેખિત મુસદ્દો સરકારને સોંપ્યો હતો. તેમણે કહ્યુ કે તેમાં તમામ રાજ્યોમાંથી એફઆઈઆર પાછી લેવી, નિયમો હેઠળ મહત્તમ વળતર આપવું અને શિક્ષણ સુધારાઓે લઈને આંદોલનકારીઓ દ્વારા આપવામાં આવેલા ચાર્ટરનો અભ્યાસ કરવા અને તેના પ્રતિનિધિમંડળ સાથે આગળ વાતચીત ચાલુ રાખવા પર સંમતિ બની છે. બેઠક બાદ સીજેપી પ્રવક્તા સૌરવ દાસે સત્તાવારપણે આંદોલન પાછું લેવાનું એલાન કરતા કહ્યુ કે અમે અમારું આંદોલન પાછું લઈએ છીએ.