સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 21 પોલીસકર્મીઓના બરી થવા વિરુદ્ધ SC પહોંચ્યો ભાઈ નયાબુદ્દીન
બરી કરવામાં આવેલા આરોપીઓમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસના 21 અધિકારીઓ સામેલ હતા. જે એ ટીમનો ભાગ હતા કે જેના પર 2005-06માં સોહરાબુદ્દીન, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિને કિડનેપ કરીને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવાનો આરોપ હતો
ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસીરામ પ્રજાપતિ સાથે જોડાયેલા 2005ના કથિત નકલી એન્કાઉન્ટરના મામલામાં 21 પોલીસકર્મીઓ સહીત 22 આરોપીઓને બરી કરવાના બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સોહરાબુદ્દીનના નાના ભાઈ નાયબુદ્દીન શેખે બોમ્બે હાઈકોર્ટના 7મી મેનાના તે ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનીદિશા પકડી છે, જેમાં આરોપીઓને બરી કરતા કહ્યું હતું કે ફરિયાદી પક્ષ મામલાને શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ હ્યો છે.
બોમ્બે હાઈકોર્ટે ક્હ્યું હતું કે તેને આરોપીઓને બરી કરનારી નીચલી કોર્ટના ચુકાદામાં દખલ કરવાનો કોઈ આધાર દેખાતો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે ફરિયાદી પક્ષનો મામલો પરિસ્થિતિજન્ય પુરાવા પર આધારીત છે અને તેની ઘણી કડીઓ તૂટેલી છે. હાઈકોર્ટે આ મામલામાં 22 આરોપીઓને બરી કરવાના મુંબઈની સ્પેશયલ સીબીઆઈ કોર્ટના ડિસેમ્બર, 2018ના ચુકાદા વિરુદ્ધ સોહરાબુદ્દીનના ભાઈ બાબુદ્દીન અને નાયબુદ્દીનની અરજીને ફગાવી દીધી હતી.
બરી કરવામાં આવેલા આરોપીઓમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસના 21 અધિકારીઓ સામેલ હતા. જે એ ટીમનો ભાગ હતા કે જેના પર 2005-06માં સોહરાબુદ્દીન, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિને કિડનેપ કરીને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવાનો આરોપ હતો. એક અન્ય આરોપી ગુજરાતના એક ફાર્મહાઉસનો માલિક હતો. જ્યાં સોહરાબુદ્દીન અને કૌસર બીને એન્કાઉન્ટર પહેલા કથિતપણે ગેરકાયદેસર રીતે કેદ કરીને રાખવામાં આવ્યા હતા.
આ મામલામાં સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેના સાથીદાર તુલસીરામ પ્રજાપતિની કથિત હત્યાઓ સાથે જાડોયાલા છે. ફરિયાદી પક્ષમુજબ, 22-23 નવેમ્બર, 2005ની રાત્રે હૈદરાબાદથી મહારાષ્ટ્ર બસથી યાત્રા કરતી વખતે સોહરાબુદ્દીન અને અન્ય લોકોને પોલીસની એક ટીમે કસ્ટડીમાં લીધા હતા. તેના પછી 26 નવેમ્બરે અમદાવાદની નજીક કથિત અથડામણમાં સોહરાબુદ્દીન શેખની હત્યા કરવામાં આવી. જ્યારે ત્રણ દિવસ બાદ કૌસર બીને કથિતપણે મારી નાખવામાં આવી.
આ અથડામણોના મુખ્ય સાક્ષી ગણાતા તુલસીરામ પ્રજાપતિને 27 ડિસેમ્બર, 2006ના રોજ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર એક અલગ કથિત એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યો હતો. બરી થયેલા 22 આરોપીઓમાંથી 21 ગુજરાત અને રાજસ્થાન પોલીસના જૂનિયર સ્તરના અધિકારી હતા, જે આ ટીમનો હિસ્સો હતા. તેમણે કથિતપણે ત્રણેયનું અપહરણ કર્યું અને બાદમાં નકલી એન્કાઉન્ટરોમાં તેમની હત્યા કરી દીધી. બાકી બચેલો એક આરોપી ગુજરાતના એક ફાર્મ હાઉસનો માલિક હતો. જ્યાં સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસર બીને મારતા પહેલા કથિતપણે ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે પહેલા તપાસ ગુજરાતની સીઆઈડી પાસેથી સીબીઆઈને સોંપી હતી. તેની સાથે કેસને ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. ડિસેમ્બર, 2018માં મુંબઈની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે તમામ આરોપીઓને બરી કરી દીધા હતા. કોર્ટે કહ્યુ હતુ કે ફરિયાદી પક્ષ સોહરાબુદ્દીન શેખ અને અન્ય લોકોને ખતમ કરવાની કોઈ વિશ્વસનીય સાજિશને પુરાર કરવામાં નિષ્ફળ રહ્યો છે.
બરી કરવાના ચુકાદાને 2019માં બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 2013માં સુપ્રીમ કોર્ટે તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર કેસના મામલાને સોહરાબુદ્દીનના મામલા સાથે જોડયો હતો. આ મામલામાં કુલ 210 ફરિયાદી પક્ષના સાક્ષીઓમાંથી 92 સાક્ષીઓ ફરિયાદી પક્ષની વિરુદ્ધ થઈ ગયા હતા.