NH-51 પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ: ૬ મહિનામાં જ બ્રિજ બેસી ગયો, જીવલેણ ખાડા છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ!
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભેરાઈ ચોકડી પાસે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે (NH-51) પર માત્ર છ મહિના પહેલાં બનેલા બ્રિજનો એક ભાગ બેસી જતાં ભ્રષ્ટાચારની મોટી પોલ ખુલી ગઈ છે. નબળા બાંધકામ અને બેદરકારીના કારણે સર્જાયેલી આ ખામીને છુપાવવા કોન્ટ્રાક્ટરો અને હાઇવે ઓથોરિટીએ ગાબડાંને તાત્કાલિક બુરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બ્રિજના લોખંડના સળિયા બહાર આવી જતાં તેમની આ ચોરી પકડાઈ ગઈ હતી. થોડા દિવસો પહેલાં જ નજીકમાં આવેલા ચારનાળા બ્રિજ પર પણ આવી જ તિરાડો પડી હોવાથી, વારંવાર થતી આવી જીવલેણ ઘટનાઓના કારણે હજારો વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મહત્વના રૂટ પર નિયમિત ભારે ટોલ ટેક્સ ચૂકવતા નાગરિકો હવે જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જેના પગલે વાહનચાલકોએ સરકાર પાસે તાત્કાલિક એક તપાસ કમિટીની રચના કરી જવાબદાર એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરી છે.
અમરેલી જિલ્લામાથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ભેરાઈ ચોકડી બ્રિજ સાઈડ બેસી ગઈ એજન્સીએ બેદરકારી છુપાવવા પ્રયાસ કર્યો છતા લોખંડના સળિયા બહાર આવતા વાહન ચાલકોમાં રોષ નેશનલ હાઇવે પર અતિ જોખમી બ્રિજના ભયાનક દ્રશ્યો જુવો

સૌરાષ્ટ્રનો મહત્વનો માનવામા આવતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે(NH51) જુવો જોખમી દ્રશ્યો રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી નજીક રેલવે ફાટક પર આવેલ તાજેતરમાં 6 માસ પહેલા તૈયાર થયેલ બ્રિજ પર એક સાઈડ બેસી ગઈ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા બેદરકારી બહાર ન આવે તે માટે છુપાવવાનો પ્રયાસ નિષફળ નીવડ્યો કોન્ટ્રાક્ટરો મારફતે બુરવા માટેનો પણ પ્રયાસ કરવામા આવ્યો હતો પરંતુ તેમ છતા લોખંડના સળીયા બહાર આવ્યા જોખમી બ્રિજ બનતા વાહન ચાલકોમાં ફરી નારાજગી જોવા મળી રહી છે પરંતુ નેશનલ ઓથોરીટી તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી આજે નેશનલ હાઇવે પર ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે વાહન ચાલકોએ સરકાર પાસે યોગ્ય તપાસ કરવા માટેની માંગણી કરવામાં આવી છે.


ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે (NH-51)ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે 51 (NH-51) તરીકે ઓળખાય છે આ હાઇવે ભાવનગર, મહુવા, પીપાવાવ,રાજુલા,જાફરાબાદ,ઊના,કોડીનાર,સોમનાથ (વેરાવળ) બીજી તરફ આ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ટોલટેક્ષ આવેલ છે ભાવનગર તળાજા નાગેશ્રી કોડીનાર સોમનાથ સુધી વાહન ચાલકો ટોલટેક્ષ ભરે છે હજારો વાહનો દિવસ રાત આ ખરાબ નેશનલ હાઇવે ઉપરથી પસાર થાય છે.છતાં આવી સુવિધા સામે વાહન ચાલકોએ તપાસ કમિટીની રચના કર્યા બાદ યોગ્ય તપાસ કરવા માટેની માંગણી કરવામા આવી છે.
થોડા દિવસો પહેલા રાજુલા ઉના હાઇવે ઉપર આવેલ ચારનાળા વિસ્તારમાં આવેલ બ્રિજ પર મોટી તિરાડો પડી હતી અકસ્માતનો ખતરો ઉભો થતા વાહન ચાલકોમાં રોષ હતો ત્યાં તિરાડો બુરવા માટે સાંધા લગાવી બુરવા માટેનો પ્રયાસ માત્ર દેખાવ પૂરતો કરવામાં આવ્યો હતો ત્યાં ફરી ભ્રષ્ટાચારની પોલ ખોલી દેવાતા નારાજગીનો માહોલ સર્જાયો છે.