સસ્તો વિદેશી દારુ બ્રાન્ડેડ બોટલોમાં મોંઘા ભાવે વેચનાર એરેસ્ટ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી
અમદવાદ ક્રાઈમ બાંચ અને સરખેજ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે સરખેજમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વેજલપુરમાં સનરાઈઝ સ્કુલ પાસે રહેતા સમીરખાનને એરેસ્ટ કર્યો છે
ભાવનગરમાં તાજેતરમાં જ લઠ્ઠાકાંડ થયો છે. ત્યારે સસ્તી વિદેશી દારુની બોટલોને વિદેશી દારૂની બ્રાન્ડેડ દારુની ખાલી બોટલોમાં ભરીને બ્રાન્ડેડ શીલબંધ બોટલમાં મોંઘા ભાવે વેચવાનો એક મામલો સામે આવ્યો છે.
અમદવાદ ક્રાઈમ બાંચ અને સરખેજ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે સરખેજમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વેજલપુરમાં સનરાઈઝ સ્કુલ પાસે રહેતા સમીરખાનને એરેસ્ટ કર્યો છે.
સમીરખાન પોતાના આયશા ડુપ્લેક્ષ ખાતેના મકાનમાં પાસ પરમીટ વગર વિદેશી દારુની બ્રાન્ડેડ ખાલી બોટલો લાવતો હતો. તેમાં સસ્તી બોટલોનો વિદેશી દારુ બ્રાન્ડેડ દારુની ખાલી બોટલોમાં ભરતો હતો. તેના પર મોંઘી વિદેશી દારુ કંપનીઓના બુચ અને લેબલ લગાવીને ગ્રાહકોને મોંઘા ભાવે વેચતો હતો.
આ છેતરપિંડી કરતા સમીરખાનની મુદ્દામાલ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સરખેજ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે ઝડપી પાડયો હતો.

પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારુની બ્રાન્ડેડ શીલબંધ 174 બોટલો કે જેની કિંમત 1,53,476 રૂપિયા થાય છે, તેને ઝડપી પાડી છે. આ સિવાય 13440 રૂપિયાના 96 બિયર ટીન પણ ઝડપી હતી. વિદેશી દારુની 29 ખાલી બોટલો, ખાલી બોટલોના 63, વિદેશી દારુની બ્રાન્ડેડ બોટલોના 53 સ્ટીકર, 4 ફેવીક્વીક અને એક લાખ રૂપિયાનો એક મોબાઈલ પણ ઝડપ્યો છે.
આરોપી સમીરખાન સામે પોહિબિશન એક્ટની કલમ-65(એ)(ઈ), 81, 116(બી) તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ- 318 (3) મુજબનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આરોપી સમીરખાનની પુછપરછમાં ઉજાગર થયું છે કે છેલ્લા ચારેક માસથી સસ્તા ભાવનો ઈગ્લિશ દારુનો જથ્થો ખરીદીને પોતાના મકાનમાં રાખી અન્ય સ્થળેથી બ્રાન્ડેડ દારુની ખાલી બોટલો લાવીને તેમાં સસ્તો દારુ ભરી ફેવીક્વીકની મદદથી બ્રાન્ડેડ બોટલોના બુચ ફીટ કરીને સ્ટીકર લગાડી બ્રાન્ડેડ બોટલ હોવાનું જણાવીને ગ્રાહકો પાસેથી દારુની પાંચથી દશ ગણી રકમ વસૂલતો હતો.