વેનેઝુએલાના 65 અબજ બેરલ Oil પર અમેરિકાનો કબજો, સૌથી મોટી ડીલનો ટ્રમ્પે કર્યો દાવો
વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપ્રમુખ ડેલસી રેડ્રિગેઝે કહ્યુ છે કે અમેરિકાએ મૂળભૂત માળખું અને ઓઈલ ઉદ્યોગને આઘળ વધારવા માટે વેનેઝુએલામાં મોટું રોકાણ કર્યું છે.
ઈરાન સાથેના યુદ્ધ અને હોર્મુઝમાં આવાગમન પર રોકની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. તેમણે ક્યુ છે કે વેનેઝુએલા સાથે ડીલ થઈ ગઈ છે કે જે દુનિયાની સૌથી મોટી ઓઈલ ડીલ છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકામાં લોકોની ભલાઈ અને ગેસોલીનની કિંમતો ઓછી કરવા માટે આ ડીલ થઈ છે. ટ્રમ્પે કહ્યુ છે કે હવે આ ડીલ દ્વારા 65 અબજ બેરેલથી વધારેના વેનેઝુએલાના ખનીજતેલના ભંડાર પર અમેરિકાનું નિયંત્રણ થઈ ગયું છે.
ટ્રમ્પે ટ્રુથ સોશયલ પલર લખ્યું છે કે મારા નિર્દેશ પર વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપ્રમુખ સાથે મળીને ડીલ નિર્ધારીત કરી છે. તેના પછી વેનેઝુએળાના 65 અબજ ડોલરના રિઝર્વ પર અમારું નિયંત્રણ થઈ ગયું છે. તેમાં અમેરિકાના નાગરિકોના હિતો સાથે કોઈ સમજૂતી કરવામાં આવી નથી. તેમણે ક્હ્યુ છે કે હવે અમેરિકામાં ફ્યૂલની સપ્લાઈ ડબલ થઈ જશે. તેના પછી ગેસની કિંમતોમાં મોટો ઘટાડો થશે.
આ ડીલને લઈને વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપ્રમુખ ડેલસી રેડ્રિગેઝે કહ્યુ છે કે અમેરિકાએ મૂળભૂત માળખું અને ઓઈલ ઉદ્યોગને આઘળ વધારવા માટે વેનેઝુએલામાં મોટું રોકાણ કર્યું છે. તેમણે ક્હ્યુ છે કે અમેરિકાની સાથે થયેલી ડીલ બાદ ઓઈલનું ઉત્પાદન વધશે અને તેનાથી પ્રાઈવેટ કંપનીઓને મોટી મદદ મળશે. અમેરિકાની મદદથી 17 ઓઈલ પ્લાન્ટ્સને વિકસિત કરવામાં આવશે. તેના પછી 100 અબજ ડોલરના રોકાણ મળવાની સંભાવના છે.
વ્હાઈટ હાઉસના અધિકારીઓનું કહેવું છે કે નવા પ્રાઈવેટ જોઈન્ટ વેન્ચરમાં અમેરિકાની 55 ટકા ભાગીદારી થશે. તેવામાં આ દુનિયાની બીજી મોટી ઓઈલ સ્ટોરેજ પ્રાઈવેટ કંપની બની જશે. અમેરિકા ચાહે છે કે તે દુનિયાભરમાં પોતાના દમ પર ઓઈલ સપ્લાઈ કરી શકે જેનાથી હોર્મુઝ પર નિર્ભરતા ઓછી થઈ જાય.
ઈરાન સંઘર્ષ અને હોર્મુઝની ખાડી સાથે જોડાયેલી અડચણો વચ્ચે ભારત ખનીજતેલની આપૂર્તિના સ્ત્રોતોમાં વિવિધતા લાવવા માટે લેટિન અમેરિકાની દિશા પકડી રહ્યું છે. જહાજોના આવાગમન પર નજર રાખનારા કેપ્લરના આંકડાથી આ જાણકારી મળી છે.
આ આંકડાઓ મુજબ, ઓગસ્ટમાં ભારતે વેનેઝુએલાથી ખનીજતેલની આયાતમાં મોટો વધારો કર્યો છે અને આ દક્ષિણ અમેરિકાનો દેશ ભારતનું ચોથું સૌથી મોટું ખનીજતેલ આપૂર્તિકર્તા બની ગયો છે. વેનેઝુએલાથી આપૂર્તિ લગભગ 4,44,000 બેરલ પ્રતિ દિવસ રહી, જે ઈરાકની 1,18,000 બેરલ પ્રતિ દિવસ અને અમેરિકાની 1,53,000 બેરલ પ્રતિ દિવસથી વધારે છે.
એપ્રિલમાં આયાત ફરીથી શરૂ થયા બાદ ભારતના આપૂર્તિ વિવિધીકરણમાં વેનેઝુએલાની હિસ્સેદારી ઝડપથી વધી. પશ્ચિમ એશિયાથી આપૂર્તિ બાધિત થયા બાદ ભારતીય રિફાયનરીઓએ રશિયાના ઓઈલ પર મોટી નિર્ભરતા રાખતા વેનેઝુએલા, બ્રાઝીલ અને આફ્રિકાથી ખનીજતેલની ખરીદી વધારી છે.