ઝારખંડ સરકાર છાત્રોને સાંભળે, બળપ્રયોગ ખોટો: રાંચી પ્રોટેસ્ટ પર બોલ્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યુ છે કે સરકારે છાત્રોની વાત સાંભળવી જોઈએ. ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રોની વિરુદ્ધ બળનો ઉપયોગ ખોટું છે
ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસીની ભરતી પરીક્ષાઓમાં ગડબડને લઈને છાત્રોનું આંદોલન થંભવાનું નામ લઈ રહ્યું નથી. સોમવારે આંદોલનના 17મા દિવસે રાંચની સડકો પર હજારો છાત્રોએ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે કૂચ કરી હતી. દેખાવકારો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી, બેરેકેડિંગ તોડવાની કોશિશ અને વોટર કેનનનો ઉપયોગ તથા લાઠીચાર્જ-ટીયરગેસના સેલ છોડવાની ઘટના બની હતી.
છાત્રો પર બળપ્રયોગને લઈને ઝારખંડની હેમંત સોરેનની સરકાર વિપક્ષી દળોના નિશાને છે. આ પ્રોટેસ્ટને લઈને રાહુલ ગાંધીએ કહ્યુ છે કે છાત્રો પર બળપ્રયોગ ખોટો છે.
તેમણે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યુ છે કે સરકારે છાત્રોની વાત સાંભળવી જોઈએ. ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રોની વિરુદ્ધ બળનો ઉપયોગ ખોટું છે. છાત્રોને શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર છે અને વાતચીતથી જ સમાધાન નીકળી શકે છે. ઝારખંડ સરકારે આ છાત્રોની વાત સાંભળવી જોઈએ અને દરેક સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરવું જોઈએ.
મહત્ત્વપૂર્ણ છે કે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેનના નેતૃત્વવાળી સરકારને કોંગ્રેસનો પણ ટેકો છે. રાંચીમાં વિરોધ પ્રદર્શન વચ્ચે જ્યારે જંતર-મંતર ખાતેના સીજેપીના દેખાવોમાં બળપ્રયોગની જેમ રાહુલ ગાંધી કે કોંગ્રેસની પ્રતિક્રિયા આવી ન હતી. ત્યાં સુધી તેમના મૌનની સામે પ્રશ્નો ઉઠાવવામાં આવતા હતા.
હવે આવા પ્રશ્નો કદાચ બંધ થઈ જઈ શકે છે. પણ ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના રાજકીય સંબંધોમાં કોઈ તણાવ આવશે કે કેમ તેના પર રાજનીતિના જાણકારોની મીટ મંડાયેલી છે.