વડોદરાની હોસ્પિટલમાં પોલીસને ધક્કો મારી બળાત્કારનો આરોપી ફરાર!જુઓ Video
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ મુજબ, એક વ્યક્તિ પુરઝડપે ભાગી રહ્યો હતો. અમને થયું કે કોઈ ઈમરજન્સી હશે તેથી દોડી રહ્યો છે. પરંતુ પાછળ દોડી રહેલી પોલીસે પકડો.. પકડોની બૂમો પાડી હતી.
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા કેદીને ઈન્જેક્શન મારવા માટે જ્યારે હાથકડી ખોલવામાં આવી, તો તે જાપ્તામાં રહેલા પોલીસકર્મીને ધક્કો મારીને મુઠ્ઠીઓ વાળી ભાગ્યો હતો. પોલીસકર્મી પાછળ દોડયો તો આ દુષ્કર્મના કેસનો આરોપી નજીકની નિર્માણાધીન ઈમારતમાં ઘૂસી ગયો. તો તેને શોધવા માટે ડ્રોનની મદદ લેવી પડી. આરોપીને સલામત રીતે બહાર આવી જવા માટે પોલીસ માઈકથી એનાઉન્સમેન્ટ પર કરી રહી છે.
પોલીસ જાપ્તામાં ડ્યૂટી પર રહેલા જિતેન્દ્રસિંહ મુજબ, દાહોદ જિલ્લાના બળાત્કારના આરોપી ગોવિંદ વિહાતિયાને ચામડીની તકલીફ હોવાથી એસએસજી હોસ્પિટલના વોર્ડ-નંબર -5માં ઈન્જેક્શન માટે લાવવામાં આવ્યો હતો. તેથી તેની હાથકડી ખોલી હતી. એક ઈન્જેક્શન બાદ બીજું ઈન્જેક્શન આપવાનું હતું. પણ આ દરમિયાન તે ધક્કો મારીને ભાગી ગયો અને નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ મુજબ, એક વ્યક્તિ પુરઝડપે ભાગી રહ્યો હતો. અમને થયું કે કોઈ ઈમરજન્સી હશે તેથી દોડી રહ્યો છે. પરંતુ પાછળ દોડી રહેલી પોલીસે પકડો.. પકડોની બૂમો પાડી હતી. યુવક પતરાની ગ્રીલ તોડીને ઈમારતમાં ઘૂસી ગયો હતો.
હોસ્પિટલ નજીકની નિર્માણાધીન બહુમાળી બિલ્ડિંગમાં ઘૂસેલા આરોપીને પોલીસે સલામત રીતે બહાર આવી જવા માટે માઈકથી એનાઉન્સમેન્ટ કર્યું છે. તે ક્યાં ફ્લોર પર છે તેની જાણકારી મેળવવા માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી.