આણંદ: વાસદમાં 4 વર્ષની બાળકીના રેપ વિથ મર્ડરનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
4 વર્ષની બાળકી સાથે થયેલા જઘન્ય અપરાધના આરોપી સુરેશ પરમારને પોલીસ એરેસ્ટ કરીને વાસદ લાવી રહી હતી. આરોપીએ પોલીસ પર ચાકૂથી હુમલો કર્યો હતો. ભાગવાની કોશિશ કરી રહેલા આરોપીને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે માન્યો નહીં અને અંતે પોલીસે તેના પર ફાયરિંગ કર્યું
આણંદ જિલ્લાના વાસદમાં 4 વર્ષની બાળકીને કિડનેપ કરીને પિંખી નાખનાર અને બાદમાં તેની હત્યા કરવાનો ગુનો આચરવામાં મુખ્ય આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. 4 વર્ષની બાળકી સાથે થયેલા જઘન્ય અપરાધના આરોપી સુરેશ પરમારને પોલીસ એરેસ્ટ કરીને વાસદ લાવી રહી હતી. આરોપીએ પોલીસ પર ચાકૂથી હુમલો કર્યો હતો. ભાગવાની કોશિશ કરી રહેલા આરોપીને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે માન્યો નહીં અને અંતે પોલીસે તેના પર ફાયરિંગ કર્યું. ગોળીબારમાં ઘાયલ થયેલા આરોપીને કરમસદ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાં ઈલાજ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃત આરોપીના હુમલામાં ઘાયલ થયેલા બે પોલીસકર્મીઓની પણ સારવાર ચાલી રહી છે.
4 વર્ષની બાળકીની બળાત્કાર બાદ થઈ હતી હત્યા
આણંદ જિલ્લા સાથે આખા ગુજરાતમાં ખળભળાટ સર્જનારાના આ મામલામાં પોલીસે આપેલી જાણકારી મુજબ, વાસદ રેલવે સ્ટેશનથી આરોપી સુરેશ પરમારે ચાર વર્ષની બાળકીને ઉઠાવી હતી, તેના પછી તેના પર બળાત્કાર કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી. પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો. બાદમાં બાળકીનો દેહ ટ્રેન નીચે કચડાયો હતો. બાળકી સાથે જઘન્ય અપરાધની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સુરેશ પરમારને એરેસ્ટ કરી લીધો હતો. પોલીસ વાહનમાં જ આરોપીને વાસદ તરફ લઈ જવાઈ રહ્યો હતો. ત્યારે કંટારિયા-આસોદર વચ્ચે ઉલટી થવાનું બહાનું કાઢીને તેણે પોલીસ વાહન ઉભું રાખાવ્યું અને પોલીસે તેને નીચે ઉતારતા જ તેણે અચાનક ચાકૂ કાઢીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મીઓ ગંભીરપણે ઘાયલ થયા છે. તેના પછી સુરેશ પરમારે ભાગવાની કોશિશ કરી હતી.

પોલીસને આખરે કરવો પડયો ગોળીબાર
પોલીસે ભાગવાની કોશિશ કરતા આરોપી સુરેશ પરમારને વારંવાર ચેતવણીઓ આપી હતી. પણ આરોપીએ આ ચેતવણીઓ કાને ધરી ન હતી. આખરે પોલીસને ફાયરિંગ કરવું પડયું. જેમાં તે ગંભીરપણે ઘવાયો હતો. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓ અને આરોપીને કરમસદ હોસ્પિટલ ખાતે ઘસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન આરોપી સુરેશ પરમારનું મોત નીપજ્યું હતું.
સુરેશ પરમારનો હતો ગુનાહિત ઈતિહાસ
પોલીસ મુજબ, સુરેશ પરમાર વિકૃત માનસિકતા ધરાવતો શખ્સ હતો અને તેની સામે અગાઉ બે વખત બળાત્કારના ગુના નોંધઈ ચુક્યા છે. તેમાં એક કેસમાં સુરેશ પરમાર પર વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ હતો. ગુનાખોરીની પૃષ્ઠભૂમિ ધરાવતા સુરેશ પરમારે જામીન પર બહાર આવ્યો હતો. જામીન પર છૂટેલા સુરેશ પરમારે 4 વર્ષની બાળકીને બળાત્કાર કરીને મોતને ઘાટ ઉતાર્યાનો તેના પર આરોપ હતો.