અમદાવાદ સહીતના ક્ષેત્રોમાં 8 ઈંચ વરસાદની શક્યતા, ગુજરાતમાં વરસાદની 4 સિસ્ટમ સક્રિય
આગાહીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીોની મંજૂર થયેલી રજાઓને તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને 24 કલાક સતર્ક અને એલર્ટ મોડમાં રહેવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે
ગુજરાતમાં ફરી એકવાર ગુરુવારથી (30 જુલાઈથી) વરસાદી માહોલ જામવાની શક્યતા છે. ગુજરાતમાં એકસાથે વરસાદની ચાર-ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. તેને કારણે ગુજરાતમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણી વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું મજબૂત ડિપ્રેશન હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં આગામી ચારથી છ દિવસ સુધી અસામાન્ય અને અત્યંત ભારે વરસાદની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. હાલમાં એકસાથે ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શીયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ એમ પાંચ-પાંચ વરસાદી સિસ્ટમો સક્રિય થતાં રાજ્યભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
હવામાન વિભાગે 30 જુલાઈએ 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 31 જુલાઈને શુક્રવારે અમદાવાદ, વડોદરા, સુરત સહીતના 13 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આગાહીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીોની મંજૂર થયેલી રજાઓને તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને 24 કલાક સતર્ક અને એલર્ટ મોડમાં રહેવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
આ સિવાય પવન અને ભારે વરસાદથી હોર્ડિંગ્સ કે જોખમી વૃક્ષો ધરાશાહી થઈને હોનારત ન સર્જે તેની આગમચેતીના ભાગરૂપે તેને તાત્કાલિક દૂર કરવા નિર્દેશ અપાયો છે. તંત્ર દ્વારા લોકોને અતિભારે વરસાદના દિવસોમાં બિનજરૂરી રીતે ઘરની બહાર નહીં નીકળવાની ખાસ અપીલ કરાઈ છે. આગમી બે દિવસ દરિયો નહીં ખેડવાની માછીમારોને કડક સૂચના પણ અપાઈ છે.
આગામી 48 કલાકથી લઈને 1 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે.
24થી 48 કલાક દરમિયાન અમદાવાદ, બોટાદ, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ અપાયું છે.
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં 8 ઈંચથી પણ વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. નર્મદા જિલ્લામાં 12 ઈંચ જેટલો અસમાન્ય અને રેકોર્ડ બ્રેક વરસાદ પડવાની પણ શક્યતા છે.
આજે છૂટાછવાયા ભાગો જેવા કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને દાદરા નાગર હવેલીમાં 'ઓરેન્જ એલર્ટ' સાથે જળબંબાકારની શક્યતા છે. આવતીકાલે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં અતિભારે વરસાદ સાથે 'ઓરેન્જ એલર્ટ' રહેશે.
અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને આણંદમાં 1 ઓગસ્ટે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ રહેશે. જ્યારે કચ્છ, મોરબી, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, ભાવનગર અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટસાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સિવાય જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ ચાલુ રહેશે.