8 કલાકમાં 9 ઈંચ વરસાદથી બોપલ જળબંબાકાર, જાણો અમદાવાદમાં ક્યાં કેટલો પડયો વરસાદ?
બોપલ વિસ્તારમાં બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ 218 મીમી (આશરે 8.5 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય સરખેજમાં 196 મીમી (7.7 ઈંચ), સરખેજ અર્બન હેલ્થમાં 192.50 મીમી, જોધપુર ઝોનલમાં 187 મીમી, જોધપુરમાં 182 મીમી અને મક્તમપુરામાં 178.50 મીમી વરસાદ નોંધાતાં પશ્ચિમ અમદાવાદના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા.
અમદાવાદમાં 23 જુલાઈએ સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને મહેર વરસાવી હતી. પરંતુ આ મહેર થોડાક જ સમયમાં મેઘકહેરમાં બદલાઈ હતી. ભારે વરસાદના કેરણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ છે. ઘણાં વિસ્તારોમાં ઘરોમાં પાણી પણ ભરાયા છે. જ્યારે વાસણા બેરેજના 15 ગેટને ખોલવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય નિયંત્રણ કક્ષના આઆંકડા મુજબ, 23 જુલાઈ, 2026ના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના 8 કલાકના સમયગાળામાં શહેરમાં 88.06 મિલીમીટર એટલે કે આશરે 3.5 ઈંચ વરસાદ નોંધયો છે.
સવારે 10 વાગ્યાથી 11 વાગ્યાના 1 કલાકના સમયગાળામાં શહેરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો અને તેની સાથે અમદાવાદમાં ચાલી રહેલા ચોમાસામાં કુલ સરેરાશ વરસાદ 7.86 ઈંચ પર પહોંચ્યો છે.
અમદાવાદના તમામ ઝોનમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. તેમાં સૌથી વધારે અસર8 કલાકમાં 185.14 મીમીથી વધુ એટલે કે 7 ઈંચ કરતા વધુ વરસાદ સાથે સૌથી વધુ અસર સાઉથ-વેસ્ટ ઝોનમાં થઈ છે. સાઉથ-વેસ્ટ ઝોનમાં આવેલા બોપલમાં બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધુ 218 મિમી એટલે કે આશરે 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેના સિવાય સરખેજમાં 196 મિમી એટલે કે 7.7 ઈંચ, સરખેજ અર્બન હેલ્થમાં 192.50 મીમી, જોધપુર ઝોનલમાં 187 મીમી, જોધપુરમાં 182 મીમી અને મક્તમપુરામાં 178.50 મીમી વરસાદ નોંધાતા પશ્ચિમ અમદાવાદના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા.
નોર્થ-વેસ્ટ ઝોનમાં પણ પરિસ્થિતિ ગંભીર બની છે, જ્યાં 8 કલાક દરમિયાન સરેરાશ 136.07 મીમી એટલે કે 5.3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઝોનમાં આવેલા બોડકદેવ વિસ્તારમાં 175.50 મીમી (7 ઈંચ) અને થલતેજ 163.50 મીમી (6.4 ઈંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે સાયન્સ સિટીમાં 160.50 મીમી, મેમનગરમાં 151.50 મીમી, ચાંદલોડિયામાં 108.50 મીમી અને ગોતામાં 99 મીમી વરસાદ નોંધાતા પોશ વિસ્તાર સહીત સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા.
જ્યારે પશ્ચિમ ઝોનમાં 8 કલાકમાં સરેરાશ 99.79 મીમી એટલે કે 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં વાસણામાં 6 ઈંચ, નવરંગ પુરામાં 4.7 ઈંચ, ટાગોર કંટ્રોલ વિસ્તારમાં 113.50 મીમી, ઉસ્માનપુરામાં 104 મીમી, રાણીપમાં 94.50-મીમી અને મોટેરામાં 65 મીમી વરસાદ નોંધાયો છે.
સેન્ટ્રલ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે 103 મીમી અનેદૂધેશ્વરમાં 93.50 મીમી વરસાદ વરસ્યો છે. તેની સાથે સેન્ટ્રલ ઝોનનો સરેરાશ વરસાદ 84.63 મીમી નોંધાયો છે.
પૂર્વ અને દક્ષિણ અમદાવાદમાં પણ બપોરના સમયે વરસાદનું જોર વધ્યું હતું. સાઉથ (દક્ષિણ) ઝોનમાં સરેરાશ 72.75 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં લાંભામાં 93.50 મીમી, વટવામાં 74 મીમી અને મણિનગરમાં 73 મીમી વરસાદ ખાબક્યો છે. ઈસ્ટ (પૂર્વ) ઝોનમાં રામોલમાં 50.50 મીમી અને ચાકુડિયામાં 42 મીમી સાથે સરેરાશ 25.31 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે નોર્થ (ઉત્તર) ઝોનમાં મેમ્કોમાં 30 મીમી અને નરોડામાં 11.50 મીમી સાથે સરેરાશ 12.70 મીમી વરસાદ નોંધાયો છે.