વિશ્વની સૌથી મોટી પાર્ટી BJPના સૌથી લોકપ્રિય નેતા PM મોદીને પડકારવા 'દિમાગી નક્સલ પાર્ટી' મેદાનમાં!
15 ઓગસ્ટે દેશના 80મા સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યુ હતુ કે દેશે જંગલોમાં સક્રિય સશસ્ત્ર નક્સલવાદને પાછળ ધકેલી દીધો છે, પરંતુ કેટલાક દિમાગી નક્સલી હજીપણ વૈચારિક સ્તરે યુવાઓને ગેરમાર્ગે દોરવા અને દેશમાં અશાંતિ ફેલાવવાની તાકમાં છે. તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે આવા દિમાગી નક્સલીઓને ઓળખો અને તેમને અલગ-થલગ કરો
કૉકરોચ જનતા પાર્ટી (CJP) બાદ મેદાનમાં એક નવી પાર્ટી આવી ચુકી છે. આ નવી પાર્ટીનું નામ દિમાગી નક્સલ પાર્ટી (Dimagi Naxal Party) છે. અત્યાર સુધી તેની સાથે લાખો લોકો જોડાઈ ચુક્યા છે. હકીકતમાં 80મા સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટે લાલકિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિમાગી નક્સલ (Intellectual Naxal) શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે આ શબ્દે દેશના રાજકીય કોરિડોરની સાથેસાથે સોશયલ મીડિયા પર મોટી હલચલ પેદા કરી દીધી છે.
આ ભાષણના તુરંત બાદ સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર દિમાગી નક્સલ પાર્ટી (Dimagi Naxal Party) (@dimaginaxalparty)નામથી એક નવું પેઈજ બનીને સામે આવ્યું, જેના માત્ર 24 કલાકમાં 1 લાખથી વધારે અને બે દિવસની અંદર 1.8 લાખથી વધારે ફોલોઅર્સ થયા છે અને તેણે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.
જો કે આ કોઈ સત્તાવાર અથવા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટાક્ષમાંથી જન્મેલી એક સોશયલ મીડિયા પહેલ છે. પાર્ટીના એક્સ હેન્ડલ પર દિમાગી નક્સલ જનતા પાર્ટીના નામથી એક એકાઉન્ટ છે, જેના સાત હજારથી વધારે ફોલોઅર્સ છે. ઈંસ્ટાગ્રામ અને એક્સ પર પાર્ટીના બાયોડેટા મુજબ, તેનો ઉદેશ્ય - વિચારો, રિસર્ચ કરો, વિરોધ કરો. ઈંસ્ટાગ્રામ બાયોમાં કહેવામાં આવ્યું છે કે આ પાર્ટીના સંસ્થાપક એક દિમાગી ભારતીય છે,જ્યારે સહ-સંસ્થાપક 56 ઈંચવાળા વ્યક્તિ છે.
ઈંસ્ટાગ્રામ પેજની પોસ્ટ્સ મુજબ, પાર્ટી ખુદને સ્વતંત્રતાસેનાની ભગતસિંહની વિચારધારાની અનુયાયી ગણાવી રહી છે. એક પોસ્ટ લખવામાં આવી છે કે અમે ભગતસિંહના અનુયાયી છીએ, જો તે અમારા એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરે અથવા અમને દેશદ્રોહી ઘોષિત કરવાની કોશિશ કરે છે, તો જાણી લે કે તે ભગતસિંહનું અપમાન કરી રહ્ય છે. જો કે આ ખબર નથી કે આ કોણે બનાવ્યું છે અને ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ક્યારે બનાવવામાં આવ્યું હતું. પરંતુ પાર્ટીના એક્સ એકાઉન્ટને ઓગસ્ટ -2026ના રોજ બનાવવામાં આવ્યું હતું.
આ ડિજિટલ હેન્ડલ ઈંસ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય અને મુખર હસ્તીઓને ફોલો કરી રહ્યું છે. જેમાં હાસ્ય કલાકાર કુણાલ કામરા, શ્યામ રંગીલા, યૂટ્યૂબર ધ્રુવ રાઠી, અભિનેતા પ્રકાશ રાજ, ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, અભિનેત્રી સોનાક્ષી સિંહા, સામાજીક કાર્યકર્તા સોનમ વાંગ્ચુક અને વરિષ્ઠ પત્રકાર રવીશ કુમાર સામેલ છે.
સોશયલ મીડિયા વિશ્લેષક આની તુલના તાજેતરમાં ઉભરેલી કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપી સાથે કરી રહ્યા છે. સીજેપી પણ દેશના મુખ્ય ન્યાયાધીશની એક કથિત ટીપ્પણી બાદ અસ્તિત્વમાં આવી હતી અને જોતજોતામાં માત્ર 10 દિવસમાં તેના ફોલોઅર્સની સંખ્યા 2 કરોડને પાર પહોંચી ગઈ હતી.
ઝડપથી વધતી આ લોકપ્રિયતા વચ્ચે સોમવારે આ પાર્ટીના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા દાવો કરાયો હતો કે તેમના ઈંસ્ટાગ્રામ પેજ પર સાઈબર હુમલા શરૂ થઈ ચુક્યા છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ઈંસ્ટાગ્રામ પર અમારી વિરુદ્ધ સાઈબર એટેક શરુ થઈ ચુક્યા છે. જોઈએ છીએ કે શું તે અમારો અવાજ દબાવવામાં સફળ થઈ શકે છે. આ આરોપના કેટલાક સમય બાદ દિમાગી નક્સલ પાર્ટીનું ઈંસ્ટાગ્રામ પેજ ઓફલાઈન થઈ ગયું છે અને હાલ આ અનુપલબ્ધ દેખાઈ રહ્યું છે. ઓફલાઈન થતા પહેલા પેજની ઘણી ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ પોસ્ટ કરીને સાઈબર હુમલાનો શિકાર થવાની વાત કહેવામાં આવી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે 15 ઓગસ્ટે દેશના 80મા સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યુ હતુ કે દેશે જંગલોમાં સક્રિય સશસ્ત્ર નક્સલવાદને પાછળ ધકેલી દીધો છે, પરંતુ કેટલાક દિમાગી નક્સલી હજીપણ વૈચારિક સ્તરે યુવાઓને ગેરમાર્ગે દોરવા અને દેશમાં અશાંતિ ફેલાવવાની તાકમાં છે. તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે આવા દિમાગી નક્સલીઓને ઓળખો અને તેમને અલગ-થલગ કરો.
પીએમ મોદીના નિવેદન પર આખો વિપક્ષ આક્રમક થઈ ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે એક્સ હેન્ડલ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે મને દિમાગી નક્સલી હોવા પર ગર્વ છે. તેમણે આ શબ્દને અર્બન નક્સલ, આંદોલનજીવી અને ટુકડે-ટુકડે ગેંગ જેવા જૂના વિશેષણોનું નવું સ્વરૂપ ગણાવ્યો.
તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હતાશાના સ્પષ્ટ સંકેત ગણાવ્યા છે. વિપક્ષના ચોતરફી હુમલા વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે કે વડાપ્રધાને વિપક્ષના નેતાઓને દિમાગી નક્સલ કહ્યા ન હતા. રિજિજૂએ કહ્યુ કે આ શબ્દ માત્ર એ લોકો માટે છે, જે માઓવાદીોનું સમર્થન કરે છે અને ભારતીય બંધારણને માનતા નથી, ભાગલાવાદીઓની સાથે ઉભા થઈને અનુચ્છેદ-370નું સમર્થન કરે છે અને પૂર્વોત્તરને ભારતથી અલગ કરવાની મનસા ધરાવે છે. (ચિકન નેક કાપવાની વાત કરે છે)