અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી 3.50 લાખ રિક્ષા-ટેક્સીના પૈંડા થંભી જશે,ટ્રાફિક કમિશનરે માંગો ન માનતા યુનિયનો વિફર્યા
યુનિયનના અગ્રણીઓ 27 ઓગસ્ટે,ત ગાંધીનગર ખાતે વાહનવ્યવહાર કમિશનરને રુબરુ મળ્યા અને આવેદનપત્ર પણ સોંપ્યું હતું. પણ તંત્ર તરફથી કોઈ સકારાત્મક પર્તિસાદ કે ખાતરી ન મળતા યુનિયનોએ સંયુક્ત બેઠક બોલાવીને સર્વાનુમતે ચાર દિવસની સંપૂર્ણ હડતાળનો નિર્ણય લીધો છે
અમદાવાદ અને રાજ્યમાં ઓનલાઈન બાઈ અને કેબ રાઈડિંગ એપ્લિકેશન સામે સ્થાનિક વાહનચાલકોનું રોજગાર બચાવો આંદોલન હવે ઉગ્ર બન્યું છે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા થતાં આર્થિક શોષણ તેમજ ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ બંધ કરવા મામલે સરકાર સમક્ષ રજૂઆતો છતાં ઉકેલ ન આવતા સંયુક્ત યુનિયનો વિફર્યા છે અને તેમને 7થી 10 સપ્ટેમ્બર એમ ચાર દિવસ સંપૂર્ણ હડતાળ પાડવાનો નિર્ણય જાહેર કર્યો છે.
આ સંપૂર્ણ હડતાળમાં અમદાવાદ રિક્ષાચાલક એકતા સહીતના વિવિધ રિક્ષા અને ટેક્સી ચાલકોના સંગઠનો સામેલ થયા છે.
આગામી 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ શહેરમાં અંદાજે 3 લાખ રિક્ષાઓ અને 50,000થી વધુ ટેક્સીઓ રોડ પરથી સંપૂર્ણપણે ગાયબ રહેશે. લાખો વાહનો એકસાથે હડતાળ પર ઉતરવાના કારણે રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેન્ડ તેમજ સામાન્ય નોકરિયાત વર્ગની દૈનિક અવરજવર ખોરવાઈ જવાની ભીતિ છે. યુનિયનોએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, હોસ્પિટલ કે અન્ય તાકીદના કિસ્સાઓમાં પણ રિક્ષા દોડાવવામાં આવશે નહીં, જેથી મુસાફરોએ અગાઉથી પોતાના ખાનગી વાહનો અથવા જાહેર પરિવહનની વ્યવસ્થા કરી લેવી પડશે. યુનિયનના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ચાર દિવસના બંધ પછી પણ સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી નહીં જાગે, તો આગામી દિવસોમાં આ આંદોલનને રાજ્યવ્યાપી બનાવીને અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.
રિક્ષા અને ટેક્સી યુનિયનોનો મુખ્ય આક્ષેપ છે કે વ્યાપારી ઉદેશ્ય વગરના ખાનગી ટુ-વ્હીલર બાઈકોને ગેરકાયદેસર પેસેન્જર સેવામાં જોડીને રિક્ષાચાલકોની આજીવિકા છીનવવામાં આવે છે. આ સિવાય મનસ્વી રીતે અલ્ગોરિધમ આધારીત નીચા અને અનિયંત્રિત ભાડા લાંદીને ચાલકોના શોષણનો મુદ્દો પણ ઉઠાવાયો છે. આ સિવાય સરકારી માપદંડ મુજબનું સત્તાવાર ભાડું તમામ એપ્સમાં લાગુ કરરવાની મુખ્ય માગણી પણ યુનિયનો દ્વારા કરાઈ છે.
યુનિયનના અગ્રણીઓ 27 ઓગસ્ટે,ત ગાંધીનગર ખાતે વાહનવ્યવહાર કમિશનરને રુબરુ મળ્યા અને આવેદનપત્ર પણ સોંપ્યું હતું. પણ તંત્ર તરફથી કોઈ સકારાત્મક પર્તિસાદ કે ખાતરી ન મળતા યુનિયનોએ સંયુક્ત બેઠક બોલાવીને સર્વાનુમતે ચાર દિવસની સંપૂર્ણ હડતાળનો નિર્ણય લીધો છે.
ચુનિયનો તરફથી ચિમકી અપાઈ છે કે ચાર દિવસની સંપૂર્ણ હડતાળમાં પણ ઉકેલ નહીં આવે, તો આ આંદોલન રાજ્યવ્યાપી બનાવીને અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.