ઉ. કોરિયાના મુક્તિ દિને તાનાશાહ કિમ જોંગ ઉને પરિવાર સાથે સર્કસ જોયું, જુઓ - Video
કિમ જોંગ ઉને તેની પુત્રી અને પત્ની સાથે બેસીને સર્કસના આખા શૉનો આનંદ માણ્યો હતો.
ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને 16 ઓગસ્ટ, 2026ના રોજ પોતાના દેશના 81મા મુક્તિ દિવસે આયોજીત એક ભવ્ય સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ રહીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં સર્કસ થિયેટર ખાતે નેશનલ એક્રોબેટિક ટ્રુપ દ્વારા પ્રસ્તુત એક સર્કસનો શૉ પણ તેણે નિહાળ્યો હતો.
આ શૉમાં કિમ જોંગ ઉનની સાથે તેની પત્ની રી સોલ -જૂ અને તેની પુત્રી કિમ જૂ-એ પણ સામેલ થયા હતા. સર્કસ દરમિયાન કળાકારો દ્વારા દોરડા પર ચાલવું, હવામાં જોખમી સ્ટંટ કરવા અને સ્વીંગ સ્ટન્ટ્સ અને પ્રાણીઓ દ્વારા કરવામામં આવેલા ચોંકાવનારા કરતબો જોઈને કિમ જોંગ ઉન ખુશ થયો હતો.
કિમ જોંગ ઉને તેની પુત્રી અને પત્ની સાથે બેસીને સર્કસના આખા શૉનો આનંદ માણ્યો હતો. તેણે કલાકારોનો ઉત્સાહ વધારવા માટે થમ્સ અપ કરીને તેમની પ્રશંસા કરી હતી.