મહારાષ્ટ્રના ભંડારામાં ટ્રક-કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં 8ના મોત, 2 જેસીબીથી કાર કાઢવી પડી
ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક સાકોલીની ઉપજિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા. પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે.
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શુક્રવારે એક ભીષણ સડક દુર્ઘટનામાં 8 લોકોના જીવ ગયા છે. મૃતકોમાં 3 માસૂમ બાળકો પણ સામેલ છે. દુર્ઘટના નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર પિંપલગાંવ સડક ક્ષેત્રમાં ભાઉ ઢાબાની પાસે થઈ છે. જ્યાં ટ્રક અને કાર વેનની જોરદાર ટક્કરમાં આઠ લોકોના જીવ ગયા છે.
ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક સાકોલીની ઉપજિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા. પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે. જણાવવામાં આવે છે કે દુર્ઘટના વહેલી સવારે થઈ હતી.
આ સાકોલી પાસેની ઘટના હતી, તેવામાં દુર્ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે રાહત અને બાચવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હરતા. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે થોડો સમય માહોલ અસ્ત-વ્યસ્ત બન્યો હતો. થોડો સમય સુધી સડક પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત રહ્યો હતો.
સ્થાનિકો મુજબ, દુર્ઘટના સવારે થઈ છે, તેવામાં આસપાસમાં પણ વધારે લોકો ન હતા. મૃતક છત્તીસગઢના વતની હોવાનું જણાવાય રહ્યું છે. આ લોકો રાયપુરથી નેશનલ હાઈવે-53ના માર્ગે નાગપુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનકથી આ દુર્ઘટના થઈ હતી. દુર્ઘટના એટલી ખતરનાક હતીી કે કાર ટ્રકમાં ફસેયાલી હતી, તેના પછી 2 જેસીબીની મદદથી તેને કાઢવી પડી હતી. તેના પછી ટ્રાફિકને યથાવત કરવામાં આવ્યો હતો. દુર્ઘટનાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.