અમદાવાદમાં કર્ણાવતી ક્લબ નજીક દીપડો દેખાયાનો દાવો ખોટો પડયો, વન વિભાગે કહ્યુ- "શ્વાન કે ઝરખના પગલાં હોય શકે"
વનવિભાગે જણાવ્યું છે કે દીપડો દેખાયાના સમાચાર મળ્યા હતા. તે જગ્યાએ સર્ચ કરીને સ્કેનિંગ કર્યું. તેમાં જાણવા મળ્યું કે અહીં મળેલા ફૂટ માર્ક દીપડાના નથી. આ માર્કમાં નખ અંદર ખૂંપેલા છે. માની શકાય કે આ મોટા શ્વાનના કે ઝરખના પગલાં હોઈ શકે છે. અમને શહેરમાં ચાર જગ્યાએ દીપડો દેખાયાના સમાચાર મળ્યા હતા. તેમાંથી એક જ જગ્યાએ દીપડો હોવાનો પુરાવો મળ્યો છે
અમદાવાદમાં બોપલ-ઘુમાની શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ત્રણ વખત દીપડો દેખાયાના દાવા થયા છે. જેમાં તાજો દાવો અમદાવાદ શહેરની કર્ણાવતી ક્લબથી એસ. પી. રીંગરોડ પર જવાના માર્ગે દીપડો દેખાયાનો છે. આ માર્ગ પર આવેલી એક કાફેના કર્મચારીએ વહેલી સવારે દીપડો જોયાનો દાવો કર્યો હતો. આ સંદર્ભે વનવિભાગે તપાસ કરી અને દીપડો દેખાયાના દાવાને નકાર્યા છે.
વનવિભાગે જણાવ્યું છે કે દીપડો દેખાયાના સમાચાર મળ્યા હતા. તે જગ્યાએ સર્ચ કરીને સ્કેનિંગ કર્યું. તેમાં જાણવા મળ્યું કે અહીં મળેલા ફૂટ માર્ક દીપડાના નથી. આ માર્કમાં નખ અંદર ખૂંપેલા છે. માની શકાય કે આ મોટા શ્વાનના કે ઝરખના પગલાં હોઈ શકે છે. અમને શહેરમાં ચાર જગ્યાએ દીપડો દેખાયાના સમાચાર મળ્યા હતા. તેમાંથી એક જ જગ્યાએ દીપડો હોવાનો પુરાવો મળ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે કર્ણાવતી ક્લબથી એસ. પી. રિંગરોડ જવાના રોડ પર આવેલા એક કાફેના કર્મચારીએ દીપડો જોયાનો દાવો કર્યો હતો. વહેલી સવારે કાફે બંધ કરીને સુવાની તૈયારી કરતી વખતે આ કર્મચારીને કાફેની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં દીપડો બેઠેલો જોયો હોવાનો દાવો કર્યો છે. તેણે તાત્કાલિક 112 નંબર પર કોલ કર્યો અને તેને કોઈ જવાબ મળ્યો ન હતો. અંતે તેણે આની જાણ કાફેના સંચાલકને કરી અને વનવિભાગની ટીમને જાણ કરતા તે ત્યાં પહોંચી હતી.
વનવિભાગની સાથે પોલીસની ટીમ પણ અહી પહોંચી હતી. ગઈકાલે સાંજે દીપડાને પકડવા માટેનું પાંજરું મૂકવામાં આવ્યું હતું, તેને સવારે લઈ લેવામાં આવ્યું છે.