કચ્છના રાપરમાં ગટરના ખુલ્લા ખાડામાં ટ્રેક્ટર ખાબક્યું, નગરપાલિકાનાી બેદરકારી સામે આક્રોશ
રાપર નગરપાલિકા તંત્ર તાત્કાલિક આ જોખમી ખાડાઓ પર સારા સીસી સ્લેબ બેસાડી રસ્તો સુરક્ષિત કરે તેવી માંગ ઉઠી છે.
કચ્છ જિલ્લાના રાપરમાં સરકારી હોસ્પિટલ નજીકના મુખ્ય માર્ગ પર આવેલી ગટરના ખાડામાં એક ટ્રેક્ટર પડયું હતું. ટ્રેક્ટરનું પાછલું પૈંડુ ગટરના ખાડામાં ફસાતા જમીન ધસી ગઈ હતી અને ટ્રેક્ટર આગળથી ઉંચુ થઈ ગયું હતું.
સદભાગ્યે ટ્રેક્ટર ચાલક સમયસર બચી ગયો હતો, જેના કારણે અકસ્માત ટળ્યો. રાપર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે લોકો અને રાહદારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.
રાપર હોસ્પિટલ જવાના વ્યસ્ત માર્ગ પર ગટરનો આવો ખાડો જોખમી છે. અગાઉ પણ આ ખાડામાં ચાર જેટલા રાહદારીઓ અને બે હાથલારીઓ પડી ચુક્યા છે.
ગટર પર મજબૂત સ્લેબ કે ઢાંકણું નહીં બેસાડવા પાછળ નગરપાલિકાની કઈ મજબૂરી હશે, તેને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાપર નગરપાલિકા તંત્ર તાત્કાલિક આ જોખમી ખાડાઓ પર સારા સીસી સ્લેબ બેસાડી રસ્તો સુરક્ષિત કરે તેવી માંગ ઉઠી છે.