કૉકરોચને બચી નહીં ભરો, ચંપલથી જ મારશો : ભાજપના સાંસદ કંગના રનૌત
કંગના રનૌતે માન્યું છે કે તેમની સિદ્ધિઓને લોકો ઓછી આંકે છે. આજે રાજનીતિના ક્ષેત્રમાં જે સ્થાન પર તેઓ બેઠાં છે, લોકો તેને લઈને પણ સવાલ ઉઠાવે છે.
બોલીવુડના એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ કંગના રનૌત પોતાના બેબાક અને અનફિલ્ટર્ડ અંદાજ માટે મશહૂર છે. કંગના રનૌતે રાજનીતિમાં લોકસભાની બેઠક જીતીને પ્રવેશ તો કર્યો છે. પણ તેમની ઉપલબ્ધિઓ સામે હંમેશા સવાલો ઉભા કરતા હોય છે. તેમના પર ઉંધા-ચત્તા આરોપ પણ લાગે છે. બોલીવુડની જેમ રાજનીતિમાં પણ કંગના રનૌતને આઉટસાઈડર સમજવામાં આવે છે.
ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં હેટર્સની સાથે સંકેતોમાં કોકરોચ જનતા પાર્ટી પર પણ ટીપ્પણી કરી છે. તેમણે ક્હ્યું છે કે કોકરોચને તમે ચંપલથી જ મારશો. હાથમાં તો લેશો નહીં. તેની બચી તો ભરશો નહીં. બટરફ્લાઈ સાથે તમે ફોટો પડાવો છો, પરંતુ કોકરોચ સાથે નહીં. મહત્ત્વપૂર્ણ છે કે કંગના અને કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે વચ્ચે જૂનો વિવાદ છે. નીટ પ્રોટેસ્ટ દરમિયાન તેમની વચ્ચે સોશયલ મીડિયા પર નિવેદનબાજી જોવા મળી હતી. ગત પોસ્ટમાં કંગનાએ અભિજીતના અંગ્રેજીની મજાક ઉડાડી છે.
કંગના રનૌતે માન્યું છે કે તેમની સિદ્ધિઓને લોકો ઓછી આંકે છે. આજે રાજનીતિના ક્ષેત્રમાં જે સ્થાન પર તેઓ બેઠાં છે, લોકો તેને લઈને પણ સવાલ ઉઠાવે છે. આ હેટર્સને કંગના રનૌતે ડીડી ન્યૂઝની સાથેની વાતચીતમાં જવાબ આપતા કહ્યું છે કે આઉટસાઈડર વાળી ફીલિંગ તેમને રાજનીતિમાં પણ આવે છે. ઘણાં વધારે લોકોને તેમના રાજનીતિમાં આવવાથી ધક્કો લાગ્યો છે. તેઓ કહે છે કે હું તો દરરોજ આ વાંચુ છું. મારા ઉપર વીડિયો બનાવે છે. તેમના કરોડો વ્યૂજ છે. આ વીડિયોઝમાં જણાવવામાં આવે છે કે કંગના આ કરે છે, તે કરે છે. દરેક મંત્રીની સાથે તે સુઈ રહી છે. દરેક મંત્રીને તે ખુશ કરી રહી છે. તેણે વીડિયો અને ફોટોગ્રાફ પડાવીને રાખ્યા છે.
કંગના રનૌતે કહ્યું છેકે આ બધી વાતોથી તેમને ફરક પડે છે. તે કહે છે કે લોકોના વિચારો જાણીને દુખ થાય છે. લોકો કહે છે કે આ ક્યાં કેવી રીતે પહોંચી ગઈ. કંગનાએ એ ટીકાકારોને પુછયું છે કે આ વાતનો શું મતલબ છે? મેં આ સ્થાન પર પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. હું આ પોઝિશન ડિઝર્વ કરું છું. મેં તેને પોતાની મહેનત અને યોગ્યતાના દમ પર મેળવી છે.