જૈશ-એ-મોહમ્મદનો અઝહર મસૂદ ગુજરાતને બનાવી રહ્યો છે નિશાન?, 100થી વધુ આતંકી સક્રિય કરવાનો ટાર્ગેટ!
જૈશ-એ-મોહમ્મદે ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય કેટલાક સ્થાનો પર ઈસ્લામના નામે જેહાદી આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપી છે. પણ હાલના સમયમાં ગુજરાતમાં 100થી વધુ આતંકી સક્રિય કરવાના ટાર્ગેટ સાથે ગુજરાત જૈશ-એ-મોહમ્મદ અને અઝહર મસૂદના નિશાને છે. તેનું મુખ્ય કારણ પહેલગામ ખાતેના આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરની કાર્યવાહી કરાઈ હતી, તે તો નથી ને? આ એજન્સીઓ દ્વારા તપાસનો વિષય છે. પણ જો આમાં કોઈપણ આડકતરી કડી પણ મળે, તો ગુજરાતમાં સુરક્ષા દ્રષ્ટિએ પાકિસ્તાની આતંકી પડકારોને પહોંચી વળવા માટે રાજ્યમાં કટ્ટરપંથનો પ્રસાર કરીને તેને દ્રઢીભૂત કરવામાં લાગેલા તત્વોને નેસ્તોનાબૂદ કરવા જરૂરી થઈ જાય છે
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત શું પાકિસ્તાની આતંકી અને કંદહાર કાંડના જીવિત છોડાયેલા આતંકી અઝહર મસૂદના નિશાને છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે કંદહાર કાંડ પછી મુક્ત થયેલો અઝહર મસૂદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક છે. ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક મોટા આતંકી કારસાનો ઘટસ્ફોટ કરાયો છે. પાકિસ્તાની આતંકી હેન્ડલર્સ અબ્દુલ્લા અને મોહમ્મદ ઉમરના ઈશારે 100થી વધારે આતંકીઓનો ગુજરાતમાં સક્રિય કરવાનો એક કારસો જૈશ-એ-મોહમ્મદ દ્વારા રચાયો હતો.
ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 13 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓ ઉત્તર ગુજરાત, ભરૂચ, નવસારીના મદ્રસાઓના યુવાનોને નિશાન બનાવીને તેમનું બ્રેઈન વોશ કરીને તેમને જેહાદના નામે ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિમાં ઝોંકવાની કોશિશ કરી રહ્યા હતા. આ આતંકીઓએ 8 વખત બોમ્બ બ્લાસ્ટની ટ્રાયલ પણ કરી છે.
ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા 13 આતંકીઓની પૂછપરછ દરમિયાન રાજ્યના વિવિધ શહેરો-વિસ્તારોમાં ફેલાયેલા જૈશ-એ-મોહમ્મદના ટેરર નેટવર્કની ચોંકાવનારી કડીઓ સામે આવી રહી છે.
ગુજરાત શા માટે છે અઝહર મસૂદના નિશાને?
જૈશ-એ-મોહમ્મદે ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય કેટલાક સ્થાનો પર ઈસ્લામના નામે જેહાદી આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપી છે. પણ હાલના સમયમાં ગુજરાતમાં 100થી વધુ આતંકી સક્રિય કરવાના ટાર્ગેટ સાથે ગુજરાત જૈશ-એ-મોહમ્મદ અને અઝહર મસૂદના નિશાને છે. તેનું મુખ્ય કારણ પહેલગામ ખાતેના આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરની કાર્યવાહી કરાઈ હતી, તે તો નથી ને? આ એજન્સીઓ દ્વારા તપાસનો વિષય છે. પણ જો આમાં કોઈપણ આડકતરી કડી પણ મળે, તો ગુજરાતમાં સુરક્ષા દ્રષ્ટિએ પાકિસ્તાની આતંકી પડકારોને પહોંચી વળવા માટે રાજ્યમાં કટ્ટરપંથનો પ્રસાર કરીને તેને દ્રઢીભૂત કરવામાં લાગેલા તત્વોને નેસ્તોનાબૂદ કરવા જરૂરી થઈ જાય છે.

ઓપરેશન સિંદૂરમાં જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક આતંકી અઝહર મસૂદ સીધો નિશાના પર હતો. પાકિસ્તાનના બહાવલપુર ખાતેના મરકઝ સુભાન અલ્લાહ પરની ભારતની પ્રિસિસન સ્ટ્રાઈક્સમાં મસૂદ અઝહર માંડમાંડ બચ્યો હતો. આ જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય ટ્રેનિંગ સેન્ટર પણ છે. જો કે આ કાર્યવાહીમાં મસૂદ અઝહરના પરિવારના 10ના મોત નીપજ્યા હતા અને તેમાના 4 મૃતકો તેના બેહદ નિકટવર્તી હતા.
આના પહેલા પુલવામા ટેરર એટેક બાદ કરવામાં આવેલી બાલાકોટ એરસ્ટ્રાઈકમાં મસૂદ અઝહર સીધો નિશાને ન હતો. પણ જૈશ-એ-મોહમ્મદના બાલાકોટ, ખૈબર પખ્તૂનખ્વા ખાતેના ટેરર કેમ્પ્સ નિશાને હતા. હવે જૈશ-એ-મોહમ્મદ અને મસૂદ અઝહર ગુજરાતમાં GEN-Z મુસ્લિમ યુવાઓને નિશાન બનાવીને ભારત દ્વારા પાકિસ્તાન-પીઓકેમાં કરવામાં આવેલી આતંકીઓ સામેની કાર્યવાહીનો કોઈ બદલો લેવાની ગણતરી ધરાવે છે? આ પ્રશ્ન જરૂરથી થઈ શકે છે. જો કે આ ગુજરાત એટીએસ અને બીજી કેન્દ્રીય તથા રાજ્યની એજન્સીઓની તપાસનો વિષય છે.
ગુજરાતની GEN-Z મુસ્લિમ પેઢી જૈશ-એ-મોહમ્મદનો ટાર્ગેટ
રાજ્યમાં જૈશ-એ-મોહમ્મદના જેહાદી આતંકી નેટવર્કનો પર્દાફાશ કરતા ઘણાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુજરાત એટીએસ મુજબ, રાજ્યના ટેરર નેટવર્ક હેઠળ ઉત્તર ગુજરાત, ભરૂચ, નવસારી અને અન્ય શહેરોના મદ્રેસાઓમાં મજહબી શિક્ષણ મેળવનારા 18થી 25 વર્ષની વયના યુવાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં બેઠેલા જૈશના આતંકી હેન્ડલર્સ અબ્દુલ્લા અને ઉમર દ્વારા સ્થાનિક આતંકીઓને આયોજનબદ્ધ નિશ્ચિત પેટર્નથી કામ કરવાના નિર્દેશ અપાયા છે. જૈશના સંસ્થાપક આતંકી મસુદ અઝહરે લખેલા જેહાદી અને ઉશ્કેરણીજનક લખાણવાળા પુસ્તકોની પીડીએફ પાકિસ્તાનથી ગુજરાતના સ્થાનિક આતંકી નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હતી. આ પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરાવીને તેની હાર્ડ કોપીઓ મુસ્લિમ યુવાઓમાં વહેંચવામાં આવતી હતી. જેથી તેમનું બ્રેનવોશ કરીને 2002ના ગુજરાતના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોને લઈને મજહબી ઉશ્કેરણી કરીને મુસ્લિમ યુવા પેઢીને જૈશ-એ-મોહમ્મદની આતંકી પ્રવૃત્તિઓમાં જોડી શકાય.

'દારુલ ઈસ્લામ ગુજરાત-જૈશ-એ-મોહમ્મદ' !
ગુજરાત એટીએસ દ્વારા જુલાઈના પ્રારંભમાં દારુલ ઈસ્લામ ગુજરાત જૈશ-મોહમ્મદ નામના સ્થાનિક એકમના 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી. તેમની આકરી પૂછપરછ બાદ ગુજરાત એટીએસએ વધુ 5 આતંકીઓની ધરપકડ કરી હતી. આ આતંકીઓને બોમ્બ બનાવવાની વિધ્વંસક ટ્રેનિંગ અપાઈ હતી અને ગુજરાતમાં મોટી તબાહી મચાવવા માટે 8 વખત બોમ્બ બ્લાસ્ટની સફળતાપૂર્વક ટ્રાયલ પણ કરાઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
કઠવાડાની હોટલમાંથી આતંકી સંકલન
પાલનપુરના ભાગળ ગામનો વતની અને નંદાસણ નિવાસી ઈબ્રાહીમ મહંમદ હુસૈન ધધા રાજ્યમાં આ ગતિવિધિની મુખ્ય કમાન્ડ સંભાળતો હતો.
અમદાવાદના કઠવાડામાં આવેલી હોટલમાં રહીને બિલાલ શેરા નામનો આતંકી આખા ટેરર નેટવર્કના સંકલનનું કામ કરતો હતો. તે હોટલમાં ઘણાં શંકાસ્પદોને મળી ચુક્યો છે અને મોહમ્મદ અમીન શેરા નામના અન્ય આતંકીને મળીને જૈશના નેટવર્કને ગુજરાતમાં મજબૂત કરવાનું કામ કરતો હતો.
એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ
હાલમાં એટીએસએ અમદાવાદ, ભરૂચ, સુરત અને વડોદરા સહીતના મુખ્ય શહેરોમાં સક્રિય અન્ય કેટલાક મુસ્લિમ યુવકોની વિગતો પણ મળી છે. તેના આધારે ગુજરાત એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન અને અટકાયતી પગલાંની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.