મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વરસાદનું રેડ એલર્ટ, 27 જુલાઈ સુધી ગુજરાતમાં મેઘમહેર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ આજે સવારે પૂર્ણ થયેલા 24 કલાકમાં રાજ્યના 213 જિલ્લામાં વરસાદ પડયો છે. જેમાં એક તાલુકામાં 35 ઇંચથી વધારે, એક તાલુકામાં 28 ઇંચથી વધારે, એક તાલુકામાં 25 ઇંચથી વધારે, એક તાલુકામાં 19 ઇંચથી વધારે, એક તાલુકામાં 19 ઇંચથી વધારે, બે તાલુકામાં 17 ઇંચથી વધારે, એક તાલુકામાં 16 ઇંચથી વધારે, એક તાલુકામાં 15 ઇંચથી વધારે, બે તાલુકામાં 14 ઇંચથી વધારે, એક તાલુકામાં 10 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વદારે, બે તાલુકામાં 8 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 7 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 6 ઇંચથી વધારે, એક તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ પડ્યો
ગુજરાતમાં હવામાન વિભાગે 24થી 27 જુલાઈ સુધીની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 23 જુલાઈએ મહીસાગર, દાહોદ, પંચમહાલ, 24 જુલાઈએ મહીસાગર દાહોદ, 25થી 26 જુલાઈ સુધી મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અનુસાર, આજે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલમાં રેડ ઍલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરુચ, સુરત, ભાવનગર, અમરેલી, બોટાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
24 જુલાઈના રોજ મહીસાગર અને દાહોદમાં રેડ ઍલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઑરેન્જ ઍલર્ટ અને વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે 27 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં 25-26 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
મહત્ત્વપૂર્ણ છે કે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ આજે સવારે પૂર્ણ થયેલા 24 કલાકમાં રાજ્યના 213 જિલ્લામાં વરસાદ પડયો છે. જેમાં એક તાલુકામાં 35 ઇંચથી વધારે, એક તાલુકામાં 28 ઇંચથી વધારે, એક તાલુકામાં 25 ઇંચથી વધારે, એક તાલુકામાં 19 ઇંચથી વધારે, એક તાલુકામાં 19 ઇંચથી વધારે, બે તાલુકામાં 17 ઇંચથી વધારે, એક તાલુકામાં 16 ઇંચથી વધારે, એક તાલુકામાં 15 ઇંચથી વધારે, બે તાલુકામાં 14 ઇંચથી વધારે, એક તાલુકામાં 10 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વદારે, બે તાલુકામાં 8 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 7 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 6 ઇંચથી વધારે, એક તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો.
જ્યારે ત્રણ તાલુકામાં 4 ઇંચથી વધારે, નવ તાલુકામાં 3 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 2 ઇંચથી વધારે, 15 તાલુકામાં 1 ઇંચથી વધારે અને 153 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો