જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્ત્વનો ભાગ, અમેરિકાના રાજદૂત સર્જિયા ગોરેના નિવેદનથી પાકિસ્તાનને ચચરાટ
કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથેની મુલાકાત બાદ સર્જિયો ગોરે મીડિયા સાથે વાતચીત કરી હતી. ત્યારે અબ્દુલ્લા પણ ત્યાં હાજર હતા.
અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેમણે અહીં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની મુલાકાત કરી. તેમની સાથેની બેઠક બાદ સર્જિયા ગોરેએ કહ્યુ કે અહીં આવવું ઘણી ખુશીની વાત છે. આ દરમિયાન તેમણે એવી વાત કહી કે જેનાથી પાડાશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.
અમેરિકાના રાજદૂત સર્જિયા ગોરેએ કહ્યુ છે કે આ (જમ્મુ-કાશ્મીર) ભારતનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. તેની સાથે જ ગોરે કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાના પણ વખાણ કર્યા અને કહ્યુ કે નવી દિલ્હી અને સ્થાનિક સરકારે આના માટે ઘણું કામ કર્યું છે. અમેરિકા તરફથી જાહેર થનારી ટ્રાવેલ એડવાઈઝરીમાં તે આ વાતનો ખ્યાલ રાખશે. જો કે સર્જિયા ગોરેએ કોઈપણ પ્રકારની ઘોષણા કરવાનો ઈન્કાર કર્યો છે.
કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથેની મુલાકાત બાદ સર્જિયો ગોરે મીડિયા સાથે વાતચીત કરી હતી. ત્યારે અબ્દુલ્લા પણ ત્યાં હાજર હતા. સર્જિયા ગોરેએ કાશ્મીરની સુંદરતાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે અહીં આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. આ ભારતનો મહત્ત્વનો હિસ્સો છે. હું અહીં પહેલીવાર આવ્યો છું. આ સ્થાન ઘણું જ વધારે સુંદર છે. અહીં આવીને આ જગ્યાને જોઈને હું ઘણો ઉત્સાહિત છું. અમારી હમણાં ઘણી સારી બેઠક થઈ છે. કેટલીક વાતો આગળ વધારવાની છે, જેને અમે વોશિંગ્ટન અને દિલ્હી લઈ જઈશું. વાતચીત ઘણી ઉષ્મા ભરેલી અને દોસ્તાના રહી અને અમે આ સંબંધને આગળ વધારવા માટે ઉત્સુક છીએ.
કાશ્મીરની સુરક્ષાને લઈને અમેરિકા સામાન્ય રીતે ચેતવણી જાહેર કરતું રહે છે. આ મુદ્દા પર પણ સર્જિયા ગોરેએ કહ્યુ કે અમેરિકા યાત્રા સાથે જોડાયેલી ચેતવણીઓ જાહેર કરે છે અને વખતોવખત અમે તેની સમીક્ષા પણ કરીએ છીએ. હું આજે અહીં કોઈ મોટી ઘોષણા તો નથી કરી શકતો, પરંતુ અમે આના પર જરૂર વિચારણા કરીશું. અમારું માનવું છેકે નવી દિલ્હી, અહીંના મુખ્યમંત્રી અને સરકારે આ વિસ્તારને સુરક્ષિત બનાવવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સારી કરવા માટે શાનદાર પગલા ભર્યા છે. માટે અમે આ વાત પર વિચારણા કરીશું કે શું અમેરિકા તરફથી જાહેર ટ્રાવેલ એડવાઈઝરીને ઘટાડી શકાય છે. આ એક સુંદર ક્ષેત્ર છે. મને લાગે છે કે ઘણાં અમેરિકનો અહીં આવીને આની સુંદરતા અને અહીં રહેલા અવસરોનો આંનદ લેશે.