પાકિસ્તાનમાં 100થી વધુ વર્ષ જૂનું મંદિર ધ્વસ્ત, મદરસાને અપાઈ જમીન
નારોવાલ જિલ્લા શાંતિ કમિટી અને પાકિસ્તાન ધર્મસ્થાન હિંદુ સમિતિના સદસ્ય રતનલાલે કહ્યુ છે કે અમે એ સ્થાન પર જવાથી પણ ડરી રહ્યા છીએ, કારણ કે ત્યાં હજી પણ મદરસા સંચાલિત છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સદીથી પણ વધુ જૂના હિંદુ મંદિરને તેની જમીન કથિતપણે એક મદરસાને આપવા માટે ધ્વસ્ત કરવામાં આવ્યું.
અધિકારીઓ અને લઘુમતી સંગઠનોએ સોમવારે આની જાણકારી આપી હતી. સ્થાનિક લોકો લઘુમતી સંગઠનો અને એક રાજકીય પક્ષનો આરોપ છે કે કેટલાક ધાર્મિક કટ્ટરપંથીઓએ મંદિરને તેની જમીનની પાસેની એક મદરસામાં ભેળવવા માટે ધ્વસ્ત કરાયું. સરકારનો દાવો છે કે જૂનું મંદિર ભારે વરસાદના કારણે આપોઆપ ધ્વસ્ત થઈ ગયું.
લગભગ 1000 વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલું આ 100થી 125 વર્ષ જૂનું મંદિર લાહોરથી લગભગ 130 કિલોમીટર દૂર પંજાબ પ્રાંતના નારોલાવલ જિલ્લાના સિરાજ ગામમાં આવેલું હતું. જણાવાય રહ્યું છે કે 21 ઓગસ્ટે મંદિર ધ્વસ્ત કરનારા લોકો પ્રતિબંધિત કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન તહરકી-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી) સાથે જોડાયેલા હતા. પાકિસ્તાન મસીહા મિલ્લત પાર્ટી (પીએમએમપી)એ પંજાબ સરકાર સમક્ષ મંદિર પાડવામાં સામેલ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવા અને મંદિરના પુનર્નિર્માણને સુનિશ્ચિત કરવાની માગણી કરી છે.
પીએમએમપીના અધ્યક્ષ અસલમ પરવેજ સહોત્રાએ પીટીઆઈ-ભાષાને કહ્યુ છે કે 28 ઓગસ્ટે પંજાબના અધિક ગૃહ સચિવ સાથે મુલાકાત કરી અને કથિત આરોપીઓ તથા મંદિરની સુરક્ષામાં નિષ્ફળ રહેલા અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતા એક લેખિત અરજી સોંપી. તેમણે આરોપ લગાવ્યો કે મંદિરના શિખરની ધાતુ, અન્ય સામગ્રી અને કાટમાળની ઈંટોને પણ બાદમાં ત્યાંથી હટાવી દેવામાં આવી.
હિંદુ સમુદાયના નેતા રતનલાલે પ્રાચીન મંદિર તોડવાની નિંદા કરીને સરકાર સમક્ષ તેના પુનર્નિર્માણનો આદેશ જાહેર કરવાની માગણી કરી છે. તેમણે કહ્યુ છે કે જિલ્લા પ્રશાસન અને વિસ્થાપિતોની સંપત્તિનું ટ્રસ્ટ બોર્ડ મંદિર સ્તળની સુરક્ષા કરનારા અથવા કથિત કબજાધારીઓને હટાવવા માટે પુરતા પગલા ભરવામાં નિષ્ફળ રહ્યું, તેના કારણે આખરે મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું. ઈટીપીબીના વરિષ્ઠ અધિકારી રાણા ઈફ્તિખારે પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે મંદિર લગભગ 100થી 125 વર્ષ જૂનું હતું અને ભારે વરસાદને કારણે ધ્વસ્ત થયું. તેમણે કહ્યુ કે અમારા રેકોર્ડમાં મંદિરનું કોઈ નામ રજિસ્ટર્ડ નથી. જો કે આ ઘણું જૂનું મંદિર છે, આ 100થી 125 વર્ષથી વધુ જૂનું હતું.
સહોત્રાએ મંદિરને તેના મૂળ સ્વરૂપમાં ફરીથી બનાવ્યું અને પંજાબમાં હિંદુ મંદિરો, શીખ ગુરુદ્વારાઓ અને ખ્રિસ્તી ચર્ચો અને તેની સાથે જોડાયેલી મિલ્કતોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરી. ઈટીપીબી અધિકારી ઈફ્તિખારે કહ્યુ કે મંદિરમાંથી લાગેલી જમીન મદરસા સ્થાપિત કરવા માટે લીઝ પર આપવામાં આવી હતી, પરંતુ મંદિરની જીન કોઈને પટ્ટા પર આપવામાં આવી ન હતી. તેમણે કહ્યુ કે મંદિરના પુનર્નિર્માણ પર ઈટીપીબીના વરિષ્ઠ અધિકારી નિર્ણય કરશે. નારોવાલ જિલ્લા શાંતિ કમિટી અને પાકિસ્તાન ધર્મસ્થાન હિંદુ સમિતિના સદસ્ય રતનલાલે કહ્યુ છે કે અમે એ સ્થાન પર જવાથી પણ ડરી રહ્યા છીએ, કારણ કે ત્યાં હજી પણ મદરસા સંચાલિત છે.