ફક્ત 6 દિવસ બાકી... રહી જશો તો પછી LPG ગેસ સિલિન્ડર નહીં મળે
સમયમર્યાદામાં આ e-KYCની પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે, તો એલપીજી ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડે તેવી સંભાવના છે
એલપીજી સિલિન્ડરની e-KYC પ્રક્રિયા પૂર્ણ નહીં થાય, તો તમારું Indane, HP, કે Bharat Gas કનેક્શન સસ્પેન્ડ થવાની શક્યતા છે. ગેસ સેવા પ્રદાતાઓ તેમના ગ્રાહકોને એસએમએસ અને સોશયલ મીડિયા દ્વારા સતત ચેતવણી આપી રહ્યા છે કે 16 ઓગસ્ટ સુધીમાં e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરે.
જો સમયમર્યાદામાં આ e-KYCની પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે, તો એલપીજી ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડે તેવી સંભાવના છે. આ પ્રક્રિયા ઘરેથી પણ સરળતાપૂર્વક પુરી કરી શકાય છે અને તેમાં ગણતરીની મિનિટો જ લાગશે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી ઉપભોગકર્તાઓને તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર મેસેજ મોકલી રહી છે. જેમાં તેમને એલપીજી e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વોર્નિંગ આપી રહી છે.
કંપનીઓ દ્વારા તેમને ઈન્ટરનેટ પર પોસ્ટ દ્વારા શક્ય તેટલી વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી કરી રહી છે.