પાકિસ્તાનની હોસ્પિટલમાં ભીષણ આગમાં 15 નવજાત શિશુ હોમાયા
પરિવારજનોનો આરોપ છે કે જ્યારે આગ લાગી તો સ્ટાફ સેન્ટરમાં હાજર ન હતો. એક મહિલાએ કહ્યું છે કે અમને હોસ્પિટલની અંદર પણ જવા દેવાયા નહીં. અમને માત્ર એટલું કહેવામાં આવ્યું કે બાળકોના મોત થઈ ચુક્યા છે
પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદની પાકિસ્તાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS)ના ગાયનેકોલોજી વોર્ડમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 15 નવજાત શિશુઓ હોમાયા છે. માત્ર એક નવજાતને બચાવી શકાયું છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ પ્રમાણે, આગ સવારે લગભગ 7 વાગ્યે હોસ્પિટલના ગાયનેકોલોજી વોર્ડમાં લાગી. અધિકારીઓએ ક્હ્યુ છે કે આગ નર્સરીની અંદર એર કન્ડીશનના કમ્પ્રેસરમાં વિસ્ફોટ થવાથી લાગી હતી. રેસ્ક્યૂ ટીમોને હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. તેમણે આગ બુઝાવવા અને અંદર રહેલા લોકોને બહાર કાઢવાનું કામ કર્યું. આગ પર કાબુ મેળવી લેવાયો છે. ઘટનાસ્થળે કૂલિંગ ઓપરેશન પણ ચલાવાય રહ્યું છે. જિલ્લા પ્રશાસન મુજબ, આગ એમસીએચ- મેટરનલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ વોર્ડના ત્રીજા માળ પર લાગી. જાણકારી મળતા જ રેસ્ક્યૂ ટીમ પોહંચી હતી. ફાયરબ્રિગેડની 6 ગાડીઓ અને 4 એમ્બ્યુલન્સ રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ થઈ.
પરિવારજનોનો આરોપ છે કે જ્યારે આગ લાગી તો સ્ટાફ સેન્ટરમાં હાજર ન હતો. એક મહિલાએ કહ્યું છે કે અમને હોસ્પિટલની અંદર પણ જવા દેવાયા નહીં. અમને માત્ર એટલું કહેવામાં આવ્યું કે બાળકોના મોત થઈ ચુક્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે 15 નવજાત બાળકોના મોત પર દુખ વ્યક્ત કર્યું. તેમણે ઘટનાને ધ્યાને લેતા અધિકારીઓને તાત્કાલિક તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. શહબાઝ શરીફે કહ્યુ છે કે દોષિતોની ભાળ મેળવવી જોઈએ અને તેમની વિરદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યુ કે આ ઘટનાથી તેમનું દિલ દુખી છે અને તેઓ મૃતક બાળકોના પરિવારજનોના આ દુખમાં બરાબરીથી સામેલ છે.
ઘટનાની તપાસ માટે એડિશનલ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. જિલ્લા પ્રશાસને કહ્યુ છે કે કમિટી આગ લગાવવાના કારણોની તપાસ કરશે અને એ ભાળ મેળવશે કે ઘટના કેવી રીતે થઈ.