શહજાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, શું હશે કારણ?
શહજાદ પૂનાવાલાએ એક્સ પર પોતાના બાયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો છે. તેમા તેમણે ખુદને પીએમ મોદીના આજીવન ફોલોઅર ગણાવ્યા છે. પૂનાવાલાનો આખો બાયો આ પ્રકારે છે. ધર્મ- ઈસ્લામ, સંસ્કૃતિ - હિંદુ, વિચારધારા-ભારતીય. લેખક-જીએસટી કી યાત્રા, પીએમ મોદીનો આજીવન અનુયાયી.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમણે ભાજપના ટોચના નેતૃત્વને પોતાનું રાજીનામું સોંપ્યું છે. તેમણે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના બાયોને પણ બદલી નાખ્યો છે અને તેમાંથી ભાજપનો ઉલ્લેખ હટાવી દીધો છે. જાણકારી મુજબ તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે.
મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પૂનાવાલાએ પાર્ટીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. શહજાદ પૂનાવાલાએ પોતાના રાજીનામા પાછળ વ્યક્તિગતણ કારણોનો હવાલો આપ્યો છે. જો કે આ નિર્ણને લઈને હજી સુધી ભાજપ કે તેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એક્સ પર પૂનાવાલાએ ખુદ પોતાનો અપડેટેડ બાયો શેયર કર્યો છે. તેમાં ભાજપનો ઉલ્લેખ નથી.
શહજાદ પૂનાવાલાએ એક્સ પર પોતાના બાયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો છે. તેમા તેમણે ખુદને પીએમ મોદીના આજીવન ફોલોઅર ગણાવ્યા છે. પૂનાવાલાનો આખો બાયો આ પ્રકારે છે. ધર્મ- ઈસ્લામ, સંસ્કૃતિ - હિંદુ, વિચારધારા-ભારતીય. લેખક-જીએસટી કી યાત્રા, પીએમ મોદીનો આજીવન અનુયાયી.
શહજાદ પૂનાવાલા 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. કોંગ્રેસ છોડતી વખતે તેમણે પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયાને એક દેખાડો ગણાવ્યો હતો. ભાજપમાં સામેલ થયા બાદ તેમને મોટી જવાબદારી મળી અને તેમને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા બનવવામાં આવ્યા. ત્યારથી તેઓ ઘણાં મંચો પર પાર્ટીના સૌથી મુખર પ્રવક્તાઓમાંથી એક રહ્યા હતા.
શહજાદ પૂનાવાલાએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં રાજકારણમાં પોતાના સફરને લઈને કેટલાક સંકેત આપ્યા હતા અને એક્સ પર ખુદ આ ઈન્ટરવ્યૂના કેટલાક અંશ શેયર કર્યા હતા. પોડકાસ્ટમાં તેમણે કહ્યુ હતુ કે 2024ની ચૂંટણીઓ બાદ તેઓ રાજકીય સંન્યાસ લેવાના વિષયમાં વિચારી રહ્યા હતા. પરંતુ પછી તેઓ રોકાય ગયા. તેમણે કહ્યુ કે મેં 2024ને પોતાની આખરી ચૂંટણી માની લીધી હતી. સક્રિય રાજનીતિમાં મને 18-19 વર્ષ થઈ ગયા. મેં 2006માં એનએસયૂઆઈ જોઈન કર્યું હતું. મારી વય ઓછી છે. પરંતુ હવે મને સક્રિય રાજનીતિમાં ઘણો સમય થઈ ગયો.
આ ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યુ કે 2024ની ચૂંટણી બાદ પણ તેઓ હજી સુધી કેમ રોકાય હતા. પૂનાવાલાએ કહ્યુ કે 2024માં હું વિચારતો હતો કે મોદીજી જ્યારે ત્રીજીવાર વડાપ્રધાન બનશે, ત્યારે હું સક્રિય રાજનીતિથી અલગ થઈ જઈશ. પરંતુ ત્યારે સોશયલ મીડિયા પર મોદીજીના ચહેરા પર મને એક ભાવ દેખાયો. ત્યારે મેં વિચાર્યું કે આગામી એક-બે વર્ષ જે કેટલાક મહત્વના ઈલેક્શન છે, બંગાળ, દિલ્હી, હરિયાણાની ચૂંટણી, તેમાં પુરી શક્તિ લગાવીને જીતીને ત્યારે સક્રિય રાજનીતિમાં આગળ વધવાનો સમય હશે.