ગુરુવારે ભારે વરસાદને લઈને 22+ રાજ્યોમાં એલર્ટ, 3 રાજ્યોમાં રેડ વોર્નિંગ કરાઈ જાહેર
આંધ્રપ્રદેશ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઉત્તરીય અંતરિયાળ કર્ણાટક, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની સંભાવના છે. બિહાર, તટવર્તી કર્ણાટક, ગાંગેય પશ્ચિમી બંગાળ, જમ્મુ-કાશ્મીર, લડાખ, ઝારખંડ, કેરળ અને માહે, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, દક્ષિણ આંતરિક કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની સંભાવના છે.
દેશમાં હાલ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન સંપૂર્ણપણે સક્રિય છે. એક ડીપ ડિપ્રેશનને કારણે પૂર્વ અને મધ્ય ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. જ્યારે ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે 29 જુલાઈ માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે.
આ વેધર બુલેટિન મુજબ, દેશના 22થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદ અને આંધી-તોફાનને લઈને એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભ માટે રેડ કલર વોર્નિંગ એટલે કે અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
ઓડિશા-બંગાળ પર ડીપ ડિપ્રેશન વધારી રહ્યું છે ખતરો
હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તરી અંતરિયાળ ઓડિશા અને તેની પાસેના ગાંગેય પશ્ચિમ બંગાળના ઉપર બનેલું દબાણ 12 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ ઓડિશાના બારીપદાથી લગભગ 20 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ, બાલેશ્વરથી 50 કિલોમીટર ઉત્તર-ૃઉત્તર-પશ્ચિમ અને ઝારખંડના જમશેદપુરથી 110 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં કેન્દ્રીત છે.
આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ ઉત્તર ઓડિશા, દક્ષિણ ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાં થઈને પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. આ હવામાન તંત્રને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે 29 જુલાઈએ ત્રમ મુખ્ય સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદની ચેતવણી એટલે કે રેડ કલર વોર્નિંગ આપી છે. જેમાં છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં આ વોર્નિંગ જાહેર કરી છે.
આ સિવાય 29 જુલાઈની હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્હી, હરિયાણા અને ચંદીગઢ, પંજાબ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશા, તથા પૂર્વોત્તરના રાજ્યો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ-અલગ વિસ્તારોમાં મૂસળધાર અને ઘણો વધારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
29 જુલાઈએ દેશના અન્ય ઘણાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર-લડાખ, પૂર્વ ભારતના ઝારખંડ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય, પશ્ચિમ -મધ્ય ભારતના કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, દક્ષિણ-તટવર્તી ભારતના તટવર્તી આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને માહે-નો સમાવેશ થાય છે.
ભારે પવન, વીજળી પડવી અને સમુદ્રી હલચલની ચેતવણી
આંધ્રપ્રદેશ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઉત્તરીય અંતરિયાળ કર્ણાટક, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની સંભાવના છે. બિહાર, તટવર્તી કર્ણાટક, ગાંગેય પશ્ચિમી બંગાળ, જમ્મુ-કાશ્મીર, લડાખ, ઝારખંડ, કેરળ અને માહે, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, દક્ષિણ આંતરિક કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની સંભાવના છે.
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઉપ-હિમાલયી પશ્ચિમી બંગાળ અને સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેધાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિભિન્ન હિસ્સાઓમાં આકાશીય વીજળી પડવાનો ખતરો છે.
હવામાન વિભાગ મુજબ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કરેળ અને માહે, લક્ષદ્વીપ અને તેલંગાણામાં મજબૂત સપાટીગત પવનો ફૂંકાશે. સોમાલિયા અને ઓમાન તટો, મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તરીય અરબી સમુદ્રના હિસ્સાઓમાંથી 45-55 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે.
આંધ્રપ્રદેશ તટ, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને અંદમાન સાગરમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારે પવન ફૂંકાશે. માછીમારોને સમુદ્રમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે.