મોદી મંત્રીમંડળમાં ગડકરી થોડા દિવસોના મહેમાન? કેન્દ્રીય મંત્રીએ કહ્યુ- જવાબદારી નવી પેઢીને સોંપવાનો સમય
ભાજપ સંગઠનમાં થયેલા આ મોટા પરિવર્તન બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રીય કેબિનેટમાં પણ ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ છે કે હવે તેઓ પહેલા જેટલું કામ કરી શકતા નથી અને હવે સમય આવી ગયો છે કે નવી પેઢીને જવાબદારી સોંપવામાં આવે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેહદ નજીક એવા ગડકરીએ કહ્યુ કે હાલમાં જાહેર કાર્યોમાં તેમની જવાબદારી ઘણી ઓછી થઈ ગઈ છે. તેમણે કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે નવી પેઢીને મોકા આપવોમાં આવે.
ખાસ વાત એ છે કે નીતિન ગડકરીની આ ટીપ્પણી એવા સમયમાં આવી છે જ્યારે કેન્દ્રીય કેબિનેના ફેરબદલને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે. ગડકરીએ કહ્યુ કે કેવી રીતે દૈનિક કામકાજોમાં હવે તેમની ભાગીદારી ઓછી થઈ છે. તેમણે કહ્યુ કે હવે નવી પેઢીને કામ સોંપીને જૂની પેઢીએ તેમનું માર્ગદર્શન કરવું જોઈએ.
ગડકરીએ કહ્યુ છે કે હું ગત 30 વર્ષોથી સતત જાહેરજીવનમાં કામ કરી રહ્યો છું. આ દરમિયાન મેં ઘણાં ઉતાર-ચઢાવ પણ જોયા, ઘણીવાર પુરસ્કૃત પણ થયું. પરંતુ હવે હું વધારે કામ કરી શકતો નથી. મને લાગે છે કે હવે નવી પેઢીને કામ કરવાનો મોકો આપવો જોઈએ.
જો કે ગડકરીએ તુરંત બાદ વિકાસ કાર્યોની વાત કરવાનું શરુ કરી દીધું. તેમણે કહ્યુ કે આગામી સમયમાં વિકાસનું ક્ષેત્ર વધશે. તેમનું લક્ષ્ય છે કે મહારાષ્ટ્રનું કોઈ આદિવાસી ગામ વીજળીથી વંચિત રહે નહીં અને રાજ્યમાં વિકાસ સ્પષ્ટ દેખાય.
કેન્દ્રીય મંત્રી ગડકરીનું આ નિવેદન ભાજપમાં મોટા સંગઠનાત્મક પરિવર્તનના કેટલાક દિવસો બાદ આવ્યું છે. ગત સપ્તાહે જ પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ બની છે. ખાસ વાત એ છે કે 65 સદસ્યોવાળી આ ટીમમાં 51 નવા ચહેરા છે. આ પાર્ટીમાં પેઢીગત પરિવર્તનના સંકેત તરીકે જોવાય રહ્યું હતું. 2015માં અમિત શાહના ભાજપ અધ્યક્ષ બન્યા બાદ આને પાર્ટી સ્તર પર સૌથી મોટા પરિવર્તન તરીકે દર્શાવાય રહ્યું છે. હવે નીતિન ગડકરીનું આ નિવેદન આગળ વધુ મોટા પરિવર્તનો તરફ પણ સંકેત કરી રહ્યું છે.
ભાજપ સંગઠનમાં થયેલા આ મોટા પરિવર્તન બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રીય કેબિનેટમાં પણ ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે.