TMC MP કલ્યાણ બેનર્જીએ કરી બાગી મહિલા સાંસદ પર અભદ્ર ટીપ્પણી, આખા ચોમાસું સત્ર માટે સસ્પેન્ડ
સંસદના મોનસૂન સત્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની ટીપ્પણી તેમના પર ભારે પડી છે. લોકસભામાં એક મહિલા સાંસદ વિરુદ્ધ કથિત વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા પર તેમની વિરુદ્ધ સ્પીકરે કાર્યવાહી કરી છે અને ગૃહે તેમને આખા ચોમાસું સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેનાથી સંસદમાં રાજકીય વિવાદ વધુ વકર્યો છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી આખા મોનસૂન સત્ર માટે સસ્પેન્ડ થયા છે. તેમને સંસદની કાર્યવાહી દરમિયાન ટીએમસીના બળવાખોર મહિલા સાંસદ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેના પછી લોકસભામાં આ મામલે ફરિયાદ કરાઈ હતી. અર્જુન મેઘવાલે કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો. તેના પછી કલ્યાણ બેનર્જીને બાકીના ચોમાસું સત્રની સમગ્ર કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી આખા મોનસૂન સત્ર માટે સસ્પેન્ડ થયા છે. તેમને સંસદની કાર્યવાહી દરમિયાન ટીએમસીના બળવાખોર મહિલા સાંસદ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેના પછી લોકસભામાં આ મામલે ફરિયાદ કરાઈ હતી. અર્જુન મેઘવાલે કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો. તેના પછી કલ્યાણ બેનર્જીને બાકીના ચોમાસું સત્રની સમગ્ર કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
લોકસભાએ એક મહિલા સાંસદ વિરુદ્ધ અસંસદીય ભાષાના ઉપયોગને કારણે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પારીત કર્યો હતો.
લોકસભાની અધ્યક્ષતા કરી રહેલા કૃષ્ણા પ્રસાદ ટેનેટીએ કહ્યુ કે મહિલા સાંસદ વિરુદ્ધ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની ટીપ્પણીથી ગૃહની ગરિમાને ઠેસ પહોંચી છે.
મહત્ત્વપૂર્ણ છે કે મોનસૂન સત્રનો બુધવારનો દિવસ પણ હંગામાને ભેંટ ચઢી ગયો. તેને કારણે લોકસભાની કાર્યવાહીને ગુરુવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી હતી.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીની કારમી હાર થઈ હતી. તેના પછી સંસદ, ધારાસભ્યોએ તેની સાથે છેડો ફાડયો હતો. આ સાંસદ નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)માં સામેલ થઈ ચુક્યા છે.
કલ્યાણ બેનર્જીની દલીલબાજી
બુધવારે વિપક્ષના હંગામા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત થવા પર ટીએમસીના નેતા અને મમતા બેનર્જીના વફાદાર કલ્યાણ બેનર્જીએ પોતાની પાર્ટીના કેટલાક પૂર્વ સહયોગીઓ અને એનસીપીઆઈ સાંસદોની સાથે આકરી દલીલ કરી.
આ ચર્ચામાં સામેલ એનસીપીઆઈના સસદ્યોમાં મિતાલી બાગ, શતાબ્દિ રોય અને કાકોલી ઘોષ દસ્તીદાર સામેલ હતા. આ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ દલીલબાજી ક્યાં કારણસર થઈ હતી.
વિપક્ષી દળોના કેટલાક સાંસદો બીચ-બચાવ માટે કોશિશ કરી રહ્યા હતા અને બંને પક્ષોને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે કેટલાક વિપક્ષી સાંસદોએ સવાલ કર્યો કે શું થયું તો કલ્યાણ બેનર્જી ગૃહમાંથી ચાલ્યા ગયા.
આ પછી મિતાલી, દસ્તીદાર અને એનસીપીઆઈના કેટલાક અન્ય સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળવા માટે તેમના કક્ષમાં ગયા. પછી લેખિત ફરિયાદ કરી.
મહત્ત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની હાર બાદ પાર્ટીના 20 સાંસદોએ મમતા બેનર્જી સામે બળવો કર્યો અને તેઓ એનસીપીઆઈમાં સામેલ થયા. તેઓ લોકસભામાં ટીએમસીના સાંસદોથી અલગ બેસે છે. એનસીપીઆઈ સાંસદોએ સત્તાધારી એનડીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો છે.