"લેંડે નદી પર બનેલું સરોવર કોઈપણ સમયે ફાટી શકે છે": પૂરગ્રસ્ત નેપાળના ચીનની નવી વોર્નિંગ
નેપાળમાં બુધવારે આવેલા ફ્લેશ ફ્લડમાં અત્યાર સુધીમાં 626 લોકોના મોત નીપજ્યા છે. આ આંકડો હજીપણ વધી શકે છે. તિબેટમાં પણ સાત લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
નેપાળમાં પુરની તબાહી વચ્ચે એક નવો ખતરો સામે આવ્યો છે. ચીને નેપાળને ચેતવણી આપી છે કે લેંડે નદી તંત્રના ઉપરના હિસ્સામાં બનેલું સરોવર કોઈપણ સમયે તૂટી શકે છે. ચીન પ્રમાણે, સરોવરના પાણીનો રંગ સતત ઘેરો થઈ રહ્યો છે, જેને ખતરાનો સંકેત માનવામાં આવે છે. સરોવર તૂટવા પર નદીમાં પાણીનો વહેણ મહત્તમ 500 ઘન મીટર પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ચીને આ જાણકારીને નેપાળના વિદેશ મંત્રાલયની સાથે શેયર કરી છે. સંદેશમાં જણાવવામાં આવ્યું કે સરોવરનો રંગ સતત ઘેરો થઈ રહ્યો છે. ચીન પ્રમાણે, આ સંકેત થઈ શકે છે કે સરોવર કોઈપણ સમયે તૂટી શકે છે.
આ સરોવર આ સપ્તાહે નેપાળ અને તિબેટમાં આવેલા ભીષણ ફ્લેશ ફ્લડ બાદ બન્યું છે. ગ્લેશિયર તૂટવાથી ભારે કાટમાળ નીચે આવ્યો હતો. આ કાટમાળથી નદીનો રસ્તો રોકાઈ ગયો, જેનાથી ત્યાં એક કુદરતી બંધ બની ગયો છે. તેની પાછળ પાણી એકઠું થઈ જવાથી સરોવર તૈયાર થયું છે.
આ સરોવર ચીન તરફ ચોચેન નદી અને નેપાળ તરફ પુરેપુ નદીના સંગમ પાસે બની છે. ચીનના જળ સંસાધન મંત્રાલય મુજબ, સરોવરમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. શુક્રવાર સુધી તેમાં લગભગ 25 લાખ ઘન મીટર પાણી એકઠું થઈ ચુક્યું હતું. ખતરાને જોતાં ચીને નીચલા વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન રહેવા તાકીદ કરી છે. તેની સાથે ડ્રોન અને સેટેલાઈટ દ્વારા આખા વિસ્તાર પર નજર રખાઈ રહી છે.
રિપોર્ટ્સ મુજબ, ચીને આ જાણવા માટે પુરનું મોડલ પણ તૈયાર કર્યું છે કે સરોવર તૂટવાની કેટલી અસર પડી શકે છે. આકલન મુજબ, આવી સ્થિતિમાં નદી તંત્રમાં પાણીનું મહત્તમ વહેણ 500 ઘન મીટર પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે. તેવામાં ચીને કહ્યું છે કે જો કુદરતી બંધનો કેટલોક હિસ્સો તૂટી પણ શકે છે, ત્યારે પણ પાણી નદીના કિનારાઓની અંદર જ રહેશે. એટલે કે અચાનક પાણી વધી શકે છે, પરંતુ મોટાભાગે નદીનું પાણી બહાર ફેલાવાની સંભાવના ઓછી જણાવવામાં આવી છે.
ચીન પ્રમાણે, શુક્રવારે સરોવરનું પાણી લેંડો ખોલા અને ત્રિશૂલી નદીઓમાં વહેવાનું શરૂ થઈ ગયું હતું. બપોર સુધીમાં ત્યાં પેદા થયેલો ખતરો સંભાળવા લાયક માનવામાં આવ્યો. નેપાળણાં ફરીથી ચિંતા બનેલી છે. નેપાળમાં બુધવારે આવેલા ફ્લેશ ફ્લડમાં અત્યાર સુધીમાં 626 લોકોના મોત નીપજ્યા છે. આ આંકડો હજીપણ વધી શકે છે. તિબેટમાં પણ સાત લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
નેપાળ તાજેતરમાં પુરની ભયાનક તબાહી અને તેનાથી થયેલી બરબાદી સામે ઝઝૂમી રહ્યું છે. તેવામાં લેન્ડે નદીના ઉપરના ભાગમાં બનેલું આ સરોવર પ્રશાસન માટે નવો માથાનો દુખાવો બની ગયું છે, કારણ કે તેનું તૂટવું નીચલા વિસ્તારમાં ફરી એકવાર તબાહી મચાવી શકે છે.