"શિક્ષિતથી વધારે અંડરવર્લ્ડ-રેડ લાઈટ એરિયામાં વોટ મળ્યા": ગડકરીનો Video વાયરલ
આના પહેલા ગડકરીનું વધુ એક નિવેદન વાયરલ થયું હતું કે 1 રૂપિયાનું કામ કરો અને 10 રૂપિયાની પબ્લિસિટી કરો, આ રાજનીતિનો નિયમ છે
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનું નાગપુર ખાતેનું એક નિવેદન સોશયલ મીડિયામાં વાયરલ થયું છે. તેમણે ક્હ્યુ છે કે તેમને શિક્ષિતથી વધારે અપરાધી વિસ્તારમાં વોટ મળ્યા. જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આનો એ અર્થ બિલ્કુલ નથી કે તે તેમના કામ અથા ગતિવિધિઓનું સમર્થન કરે છે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યુ છે કે તેઓ ખુદમાં ટ્રાન્સફોર્મેશનનો પ્રયોગ કરે છે. તેમણે કહ્યુ છે કે તે બધુ કરી ચુક્યા છે રાજનીતિમાં, સારું પણ કરી ચુક્યા છે, ખરાબ પણ કરી ચુક્યા છે. તમામ લોકો સાથે તેમના સંબંધ છે.
નીતિન ગડકરીએ કહ્યુ કે તેઓ ઘણાં વધારે આઈડિયોલોજિકલ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મજાકિયા અંદાજમાં કહ્યુ કે નાગપુરમાં 99 ટકા અંડરવર્લ્ડ, સોશયલ વર્લ્ડ સૌ તેમના સપોર્ટર છે. ગડકરીએ સ્પષ્ટ કર્યું કે તેઓ તેના કામને સપોર્ટ કરતા નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું આ નિવેદન ચર્ચામાં છે. મહત્ત્વપૂર્ણ છે કે આના પહેલા ગડકરીનું વધુ એક નિવેદન વાયરલ થયું હતું કે 1 રૂપિયાનું કામ કરો અને 10 રૂપિયાની પબ્લિસિટી કરો, આ રાજનીતિનો નિયમ છે.
નાગપુરના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યુ કે તેમને ચૂંટણીમાં ભણેલા-ગણેલા લોકોથી વધારે અંડરવર્લ્ડ અને રેડ લાઈટ એરિયામાં વોટ મળ્યા હતા. તેમણે કહ્યુ છે કે શહેરના મોટા અને શિક્ષિત વિસ્તારોમાં તેમને કુલ મતદાનના પ્રતિશતના લગભગ 70થી 75 ટકા વોટ મળ્યા, જ્યારે અપરાધી, અંડરવર્લ્ડ અને રેડ લાઈટ વિસ્તારમાં 92 ટકા વોટ મળ્યા. ગડકરીએ ક્હ્યુ છે કે મારો ઘણો વધારે સંબંધ છે, એવો અર્થ ન કાઢશો. ત્યાં રોડ બનાવ્યો, સોશયલ વર્ક કર્યું. પહેલા વાત એ છે કે અવેરનેસ ઈન ધ માઈન્ડ ઓફ પીપલ, એબાઉટ ડેમોક્રસી એન્ડ ડેમોક્રેટિક વેલ્યૂ, એન્ડ કમિટમેન્ટ ઓફ ધ પીપલ વિધ ધ ડેમોક્રેટિક વેલ્યૂ એન્ડ આઈડિયોલોજી ઈઝ વેરી ઈમ્પોર્ટેન્ટ. એજ્યુકેશન ઓફ માસિઝ આ ઘણું વધારે મહત્ત્વપૂર્ણ છે.
ગડકરીએ કહ્યુ કે નાગપુર અંડરવર્લ્ડ સામાજીક કાર્ય સાથે જોડાયેલા લગભગ 99 લોકો તેના સમર્થક છે. જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આનો એ અર્થ બિલ્કુલ નથી કે તે તેમન કામો અને ગતિવિધિઓનું સમર્થન કરે છે. ગડકરીએ કહ્યુ છે કે એજન્યુકેશન ઓફ માસેઝ ઘણું વધારે મહત્ત્વપૂર્ણ છે, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યુ છે કે આ વાત જરૂર છે કે આ જે લોકશાહી છે હું એ માનું છું કે ક્રેડિબિલિટીની જીત થાય છે. ચાહે તે બિઝનેસ હોય અથવા રાજનીતિ હોય અથવા કન્ઝ્યૂમર પ્રોડેક્ટ થાય અથવા ઈન્ડસ્ટ્રિયલ પ્રોડેક્ટ હોય.