જિનપિંગના ભારત આગમન પહેલા પાકિસ્તાની સીમા પર હલચલ વધી, 18500 બંકરોની મોટી તૈયારી
પુંછ અને રૌજૌરી જિલ્લાઓમાં એલઓસીના કિનારે 7298 બંકર બનાવવામાં આવ્યા, જ્યારે જમ્મુ, કઠુઆ અને સાંબા જિલ્લામાં ઈન્ટરનેશનલ બોર્ડર કિનારે 7162 અંડરગ્રાઉન્ડ બંકર બનાવવામાં આવશે.
બ્રિક્સ (Brics) શિખર સંમેલનને લઈને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની ભારત યાત્રાને પુષ્ટિ મળી છે. આ જાણકારી ખુદ ચીની વિદેશ મંત્રાલયે આપી છે. આ દરમિયાન લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ એટલે કે એલઓસી પર પાકિસ્તાન તફથી આવનારા દારુગોળાથી બચવા માટે ભારતીયોના અંગત બંકરોની તૈયારીને લઈને હલચલ વધી છે.
આને લઈને કેન્દ્ર સરકાર 2018થી મોટી તૈયારી કરી રહી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનીલ શર્માએ મંગળવારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના નેતૃત્વવાળી નેશનલ કોન્ફરન્સ સરકારની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર કેન્દ્ર દ્વારા મંજૂર કરવામાં આવેલા વ્યક્તિગત બંકરોના નિર્માણ સાથે જોડાયેલા પ્રોજેક્ટને જમીની સ્તર પર લાગુ કરવામાં નિષ્ફળ રહી છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુનીલ શર્માનો આરોપ છે કે ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકારે જે જુદાજુદા બંકરોને મંજૂરી આપી હતીી, તેને ઓમર અબ્દુલ્લાની સરકારે બનવા દીધા નથી. ભારે જનાદેશ મળ્યા છતાં ચૂંટાયેલી સરકાર સારું શાસન આપવામાં નિષ્ફળ રહી છે, કારણ કે તેનું ધ્યાન માત્ર ભ્રષ્ટાચાર પર છે.
ભાજપના નેતા સુનીલ શર્માએ પુંછ અને રાજૌરીમાં જનસંવાદ નામના મોટા જનસંપર્ક કાર્યક્રમો હેઠળ ભાજપના એક વરિષ્ઠ ડેલિગેનનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે કહ્યુ કે કેન્દ્રમાંથી મંજૂરી મળવા છતાં અબ્દુલ્લા સરકાર ખાનગી અને સામુદાયિક બંકર બનાવવામાં નિષ્ફળ રહી. આ મુદ્દાને ફરીથી કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવવામાં આવશે.
સુનીલ શર્માએ કહ્યુ કે ઓપરેશન સિંદૂર બાદ જ્યારે અમે (ભાજપ) સીમાવર્તી જિલ્લાઓની મુલાકાત લીધી હતી, તો લોકોએ તુરંત વળતર, નોકરી અને બંકરની માગણી કરી હતી. મેં ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી સમક્ષ માગણી રજૂ કરી હતી.
તેમણે (ગૃહ મંત્રી અમિત શાહે) માત્ર આ માગણીઓ માની ન હતી, પરંતુ વળતર પર થયેલી પ્રગતિની સમીક્ષા અને પોતાની મુલાકાત દરમિયાન નોકરીના નિમણૂક પત્રો પણ સોંપ્યા હતા. જો કે જમ્મુ-કાશ્મીરમાં હાલની ચૂંટાયેલી સરકારને જમીની સ્તર પર બંકર બનાવવાના હતા. અમે કોમ્યુનિટી બંકર તો બનાવ્યા હતા. પરંતુ માંગ જુદાજુદા ઘરો માટે બંકરની હતી. પરંતુ આ સરકાર બંકર બનાવવામાં નિષ્ફળ ગઈ છે.
2021માં જમ્મુ ક્ષેત્રમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ અને ઈન્ટરનેશનલ બોર્ડર પાસે લગભગ 8,000 અંડરગ્રાઉન્ડ બંકર બનાવાયા હતા. કેન્દ્ર સરકારે શરૂમાં પાંચ જિલ્લા જમ્મુ, કઠુઆ, સાંબા, પુંછ અને રૌજૌરીમાં 14,460 બંકરોને મંજૂરી આપી હતી. બાદમાં વધુ જોખમવાળા વિસ્તારોમાં રહેતા અને લોકોને કવર કરવા માટે વધુ 4000 બંકરોને મંજૂરી આપવામાં આવી. આને મોદી બંકર તરીકે ઓળખવામાં આવે છે.
ભારતે નિયંત્રણ રેખા એટલે કે એલઓસી પર પાકિસ્તાન તરફથી ગોળીબારનો સામનો કરી રહેલા પોતાના સીમાવર્તી વિસ્તારના નિવાસીઓ માટે અંગત બંકરોની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું છે.
પુંછ અને રૌજૌરી જિલ્લાઓમાં એલઓસીના કિનારે 7298 બંકર બનાવવામાં આવ્યા, જ્યારે જમ્મુ, કઠુઆ અને સાંબા જિલ્લામાં ઈન્ટરનેશનલ બોર્ડર કિનારે 7162 અંડરગ્રાઉન્ડ બંકર બનાવવામાં આવશે.
કેન્દ્ર સરકારે 415.73 કરોડ રૂપિયાની લાગતથી 14,460 વ્યક્તિગત અને ક્મ્યુનિટી બંકર બનાવવાની મંજૂરી આપી હતી. અધિકારીઓ પ્રમાણે, કૂલ 13,029 વ્યક્તિગત બંકર અને 1431 ક્મ્યુનિટી બંકર બનાવાય રહ્યા છે. તેમણે કહ્યુ છે કે 160 વર્ગ ફૂટના વ્યક્તિગત બંકરની ક્ષમતા આઠ લોકોની છે અને 800 વર્ગ ફૂટના કમ્યુનિટી બંકરની ક્ષમતા 40 લોકોની છે.
મોદી બંકરના નામથી ઓળખાતા આ બંકરોમાં કંબલ અને બિસ્તર જેવી જરૂરી વસ્તુઓ મૂકવામાં આવે છે, કારણ કે ગ્રામીણો કોઈપણ ખરાબ સ્થિતિનો સામનો કરવા માટે તૈયારી થઈ રહી છે.
મોદી બંકર એક અનૌપચારીક શબ્દ છે, તેનો ઉપયોગ એલઓસી પાસે બનાવવામમાં આવેલા અંડરગ્રાઉન્ડ બંકરો માટે કરવામાં આવે છે, જે સામાન્ય નાગરિકોને સીમા પારથી થનારા ફાયરિંગથી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ દરમિયાન મોટી સંખ્યામાં બનાવવામાં આવેલા આ બંકર, સંઘર્ષવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા વધારવા માટે સરકારની એક મોટી પહેલનો ભાગ હતો. સરકારે પહેલા પણ પુંછ અને રાજૌરી જેવા વધુ જોખમવાળા વિસ્તારોમાં વ્યક્તિગત અને સામુદાયિક બંકર બનાવવા માટે આર્થિક અને તકનીકી મદદ આપી છે.