"ગાંધી,નહેરુ, પટેલ પર પણ FIR કરો", ખડગેનો વંદેમાતરમ પર ભાજપને પડકાર
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે આ લોકો જે કંઈપણ કહે છે,ત તે શું રાષ્ટ્રીય થઈ જાય છે. તેમણે કહ્યુ છે કે આ લોકો વિચારે છે કે જે કહી દીધું, તે કાયદો થઈ ગયો. જો કાલે નવી સરકાર આવે અને તે કંઈક બીજી વાત કહે તો તે કાયદો બની જશે
રાજધાની નવી દિલ્હી ખાતે કોંગ્રેસના મુખ્યમથક પર સ્વતંત્રતાદિને વંદેમાતરમને અધવચ્ચે રોકવા પર ઉઠેલા વિવાદ પર પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આક્રમક જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ છે કે અમે લોકોએ કંઈપણ ખોટું કર્યું નથી. ભાજપ તરફથી વંદેમાતરમના અપમાનને લઈને ફરિયાદ નોંધાવાની વાત પર તેમણે જવાબ આપ્યો.
ખડગેએ કહ્યુ છે કે આખરે આ લોકો ક્યાં પ્રકારની ફરિયાદ નોંધાવશે. તેમણે કહ્યુ કે મેં તે વંદેમાતરમ ગાયું હતું, જે મહાત્મા ગાંધીએ ગાયું હતું.આ વંદેમાતરમ નહેરુ અને આ જ વંદેમાતરમ સરદાર પટેલે પણ ગાયું હતું. તેમણે કહ્યુ કે વાજપેયી સરકારના કાર્યકાળને પણ મિલાવી લો તો આ સરકાર પણ 18 વર્ષ આ જ ગાતી રહી.
મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે આ સરકારમાં પણ લોકો ગત 12 વર્ષોથી આ વંદેમાતરમ ગાઈ રહ્યા છે. જો આવું કરવું અપરાધ છે, તો સવાલસ એ છે કે શું 18 વર્ષ સુધી આ લોકો પણ અપરાધ જ કરતા રહ્યા. જો આવું કરવું ગુનો છે્, તો મારો સવાલ છે કે શું આ લોકો મહાત્મા ગાંધી, પંડિત નહેરુ અને સરદાર પટેલ પર પણ કેસ નોંધાવશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ છેકે હકીકતમાં આ લોકોને ઈતિહાસની ખબર નથી. જ્યારે આ લોકો પેદા પણ થયા ન હતા, ત્યારે કોંગ્રેસે વંદેમાતરમને રાષ્ટ્રીય ગીત બનાવવાનો પ્રસ્તાવ પારીત કર્યો હતો. માટે આ લોકો અમને વંદેમાતરમ પર જ્ઞાન દાઈ શકે તેમ નથી.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે આ લોકો જે કંઈપણ કહે છે,ત તે શું રાષ્ટ્રીય થઈ જાય છે. તેમણે કહ્યુ છે કે આ લોકો વિચારે છે કે જે કહી દીધું, તે કાયદો થઈ ગયો. જો કાલે નવી સરકાર આવે અને તે કંઈક બીજી વાત કહે તો તે કાયદો બની જશે. આનો અર્થ એ નથી કે અમે લોકો કંઈ ખોટું કરી રહ્યા છીએ. ખડગેએ કહ્યુ છે કે અમે આ વંદેમાતરમ ગત 90 વર્ષોથી ગાઈ રહ્યા છીએ.