"POK બનેગા હિંદુસ્તાન":LAC નજીક કાશ્મીરીઓના સૂત્રોચ્ચારમાં POKના લોકોએ પણ સૂર પુરાવ્યો
પીઓજેકેમાં ચાલી રહેલા દેખાવોમાં ભારતીય સ્વતંત્રતા આંદોલન વખતની સ્વાતંત્ર્યવીર રામપ્રસાદ બિસ્મિલની ગઝલ "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કીતના બાજૂએ કાતિલ મેં હૈ", પણ ખૂબ ગવાય રહી છે
જમ્મુ-કાશ્મીરને મજહબના આધારે હડપવા માટે ભાગલા અને સ્વતંત્રતાથી લાળ ટપકાવનારા પાકિસ્તાન અને તેની સેના માટે આંચકાજનક અહેવાલ છે. તાજેતરમાં લાઈન ઓફ એક્યુયલ કંટ્રોલ એટલે કે LAC નજીક ભારતીય જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન ખાતે લોકોએ પીઓજેકેમાં થઈ રહેલા પાકિસ્તાની સેના સામેના અત્યાચારોમાં એક પ્રદર્શન કર્યું હતું.
કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં લોકોએ જે સૂત્રો પોકાર્યા તેનો પ્રતિસાદ અંકુશ રેખાની પેલે પારથી પણ મળતો જોવા મળ્યો હતો. આ સૂત્રોમાં મુખ્ય સૂત્ર હતું, પીઓકે બનેગા હિંદુસ્તાન. આ સૂત્રોચ્ચાર પાકિસ્તાની સેના અને સરકારના ગાલ પર તમાચો છે કે જેની ગુંજ પીઓજેકેમાં થઈ રહેલા દેકાવોમાં સંભળાય રહી છે.
પીઓજેકેમાં ચાલી રહેલા દેખાવોમાં ભારતીય સ્વતંત્રતા આંદોલન વખતની સ્વાતંત્ર્યવીર રામપ્રસાદ બિસ્મિલની ગઝલ "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કીતના બાજૂએ કાતિલ મેં હૈ", પણ ખૂબ ગવાય રહી છે.
આ નવા કાશ્મીર અને બદલાતા કાશ્મીરની એક મોટી તસ્વીર છે. જે અંકુશ રેખાની બંને તરફ જોવા મળી રહી છે. અનુચ્છેદ-370 અને 35-એ જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં લાગુ હતી, ત્યાં સુધી પાકિસ્તાન પરસ્ત ભાગલાવાદીઓ અહીં બેફામ હતા. તેમના ભાગલાવાદી સ્વરોમાં દેશભક્તિનો અવાજ દબાઈ જતો હતો અને અંકુશ રેખાની પેલે પાર પાકિસ્તાની સેના-આઈએસઆઈ અને પ્રશાસન પીઓજેકેની જનતાનો અવાજ દબાવી દેતા હતા.
પણ 20 ઓગસ્ટ, 2019ના રોજ જ્યારથી જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 અને 35-એને હટાવવામાં આવ્યા છે, ત્યારથી અકુંશ રેખાની બંને તરફના લોકોની માનસિકતા બદલાય રહી છે. આ જ સંકેત છે- નવા કાશ્મીર-બદલાતા કાશ્મીરના!