LAC પર બૉલીવુડના ગીત ગાતો દેખાયો ચીની સૈનિક, ભારતીય જવાને બનાવ્યો વીડિયો!
મહત્ત્વપૂર્ણ છે કે ભારત-ચીન સરહદે પૂર્વ લડાખમાં ગલવાન ખાતે 2020માં થયેલા ઘર્ષણ બાદથી તણાવની સ્થિતિ છે. છેલ્લા કેટલાક સમયથી રાજદ્વારી રાહે સંબંધોને સામાન્ય બનાવવાની ઘણી કોશિશો થઈ રહી છે. તેવામાં આ વીડિયો સોશયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.
ભારત અને ચીન વચ્ચેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)નો એક વીડિયો સોશયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે મિત્રતા જોવા મળી રહી છે.
ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ તરફથી સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરાયેલા વીડિયોમાં ચીની સૈનિક મોબાઈલ પર બૉલીવુડની ફિલ્મ મોહબ્બતેંના જાણીતા ગીતને સાંભળતો અને ગાતો દેખાય રહ્યો છે. આ વીડિયો એક ભારતીય સૈનિક ફિલ્માવી રહ્યો છે.
આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે અને તેની સત્યતાની કોઈ પુષ્ટિ થઈ નથી.
એક્સ પર વીડિયો શેયરમાં લખ્યું છે કે એલએસી પાસે ક્યાંક, ભારતીય અને પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ કેટલાક યાદગાર અને હ્રદયસ્પર્શી પળો વિતાવી છે. વીડિયોમાં પીએલએ સૈનિક બોલીવુડના મશહૂર ગીત આંખે ખુલી હો યા બંદ - ગાતો જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે હિંદી ચીની ભાઈભાઈનો યુગ પાછો આવ્યો છે. વીડિયોમાં પહેડની આસપાસ કેટલાક અન્ય ભારતીય અને ચીની સૈનિક તેનાત અને બેઠેલા દેખાઈ રહ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે ભારત-ચીન સરહદે પૂર્વ લડાખમાં ગલવાન ખાતે 2020માં થયેલા ઘર્ષણ બાદથી તણાવની સ્થિતિ છે. છેલ્લા કેટલાક સમયથી રાજદ્વારી રાહે સંબંધોને સામાન્ય બનાવવાની ઘણી કોશિશો થઈ રહી છે. તેવામાં આ વીડિયો સોશયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.
જો કે થોડા દિવસ પહેલા જ વાણિજ્યિક સેટેલાઈટ કંપની વેંટરની તસવીરોમાં ચીનની વધુ એક સાજિશનો ખુલાસો થયો હતો. સેટેલાઈટ તસ્વીરોના આધારે પ્રકાશિત થયેલા અહેવાલોમાં દાવો કરાયો છે કે ચીને એલએસીની નજીક 250 કિલોમીટર દૂર ભારતીય સીમા પાસે 2 મુખ્ય મિલિટ્રી બેઝ પર 12 જે-20 સ્ટીલ્થ યુદ્ધવિમાનો તેનાત કર્યા છે. તેમાં શિનજિયાંગના હોતાના એરબેઝ પર 8 અને તિબેટના ડામશુંગ એરબેઝ પર 4 જે-20 યુદ્ધવિમાનોની તેનાતી કરાયાનો દાવો કરાયો છે.