રાજકોટના કોર્પોરેટરો મેવા ખાવા મેદાને પડયા, 15000નો પગાર 50000 કરવા માંગ!
કોંગ્રેસનો આરોપ છે કે કોર્પોરેટરો સેવાનો ઉદેશ્ય ભૂલીને મેવા ખાવા મેદાને પડયા છે. જો આ માનદ વેતન વધારવામાં આવે, તો આરએમસીની તિજોરી પર મહિને 25 લાખ 90 હજાર અને વર્ષે 3 કરોડ 10 લાખથી વધુનો બોજો પડશે
રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં કોર્પોરેટરોએ માનદ વેતનમાં ધરખમ વધારાની માગણી કરી છે. રાજકોટ મનપાના 72માંથી 48 કોર્પોરેટરોએ આના માટે લેખિત રજૂઆત કરીને 15 હજાર રૂપિયાનું માનદ વેતન વધારીને 50 હજાર રૂપિયા કરવાની માગણી કરી છે. રાજકોટના આ કોર્પોરેટરોએ સીીદો 333.33 ટકાનો મોટો વધારો માંગ્યો છે.
આ પગાર વધારો માંગનારા રાજકોટના 48 કોર્પોરેટરોમાં 35 મહિલા કોર્પોરેટરો પણ સામેલ છે. કૂલ 55.55 ટકા કોર્પોરેટરોએ મેયર ડૉ. નેહલ શુક્લને પત્ર લકીને પગાર વધારાની માગણી કરી છે અને તેની સાથે રાજકીય વિવાદ પણ શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસનો આરોપ છે કે કોર્પોરેટરો સેવાનો ઉદેશ્ય ભૂલીને મેવા ખાવા મેદાને પડયા છે. જો આ માનદ વેતન વધારવામાં આવે, તો આરએમસીની તિજોરી પર મહિને 25 લાખ 90 હજાર અને વર્ષે 3 કરોડ 10 લાખથી વધુનો બોજો પડશે.
મેયર ડૉ. નેહલ શુક્લ મુજબ, 1-4-2018થી શહેરી વિકાસ મંત્રાલય તરફથી નક્કી કરેલું માનદ વેતન કોર્પોરેટરોને ચુકવાય છે. રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં કોર્પોરેટરોને એકસરખું માનદ વેતન ચુકવાય રહ્યું છે.
જો કે રાજકોટના ડેપ્યુટી મેયર દ્વારા દાવો કરાયો છે કે વડોદરા, અમદાવાદ અઅને સુરતમાં કોર્પોરેટરોને 35 હજારથી વધુ પગાર મળે છે. તેથી તેમણે પણ વધારો માંગ્યો છે. આ સિવાય બે-ત્રણ દિવસે મીટિંગો હોવાથી આવન-જાવનનો ખર્ચ વધી જતો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
જો કે સરકારી પરિપત્રમાં સ્પષ્ટ જોગવાઈ છે કે 2018થી દરેક કોર્પોરેટરોને દરેક બેઠક દીઠ અલગથી 500-500 રૂપિયા ચુકવવામાં આવે છે. ડેપ્યુટી મેયરે સ્પષ્ટ કહ્યું હતું કે મહિલા કોર્પોરેટરો ભેગાં થયા ત્યારે આ અંગે માત્ર સામાન્ય વાત થઈ હતી.