કેન્યાના પ્રમુખે ટાટા કેમિકલ્સને કામકાજ બંધ કરવા આપ્યો આદેશ, 100 વર્ષ જૂના કારોબાર પર રોક
વિપક્ષી નેતાઓએ એ પણ આરોપ લગાવ્યો છે કે આ કાર્યવાહીની પાછળ કોઈ અન્ય રાજકીય ઉદેશ્ય હોઈ શકે છે. તેમનો દાવો છે કે લેક મગાડી વિસ્તારમાં હાલના સંભવિત લિથિયમ ભંડાર અને ઓઈલ સંસાધનો પર નવા કારોબારી અને રાજકીય સહયોગીઓનો મોકો આપવા માટે હાલની કંપનીઓ પર દબાણ બનાવાય રહ્યું છે.
કેન્યાના રાષ્ટ્રપ્રમુખ વિલિયમ રુટોએ કહ્યુ કે ટાટા કેમિકલ્સ ને કાજિયાડો કાઉન્ટીના લેક મગાડીમાં પોતાનું માઈનિંગ કામકાજ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.
રૉયટર્સના રિપોર્ટ મુજબ, રુટોએ ગુરુવારે ક્યુ તેમણે ભારતની ટાટા કેમિકલ્સને કેન્યામાં પોતાનું કામકાજ રોકવાનો આદેશ આપ્યો છે, કારણ કે કંપનીની હાલની ઉપસ્થિતિથી દેશનો કોઈ ફાયદો થયો નથી. રુટોએ કહ્યુ છે કે સરકાર ટાટા કેમિકલ્સનું કામકાજ સંભાળવા માટે બે નવી કંપનીઓ લગાવશે.
આ નિર્ણની સાથે વિસ્તારમાં ટાટા કેમિકલ્સ અને તેના પહેલાની કંપનીઓની લગભગ 100 વર્ષથી ચાલી રહેલી ખનીજ ગતિવિધિઓ પર વિરામ લાગી ગયો છે. દક્ષિણી કેન્યામાં વિકાસ કાર્યોની મુલાકાત દરમિયાન રુટોએ કંપની પર આરોપ લગાવ્યો કે કંપનીએ દશકાઓ સુધી વિસ્તારમાં રહેલા સોડા એશના વિશાળ કુદરતી ભંડારનો ઉપયોગ કરવા છતાં કોઈ નક્કર આર્થિક વિકાસ, રોજગાર અથવા સ્થાનિક ઔદ્યોગિક ઢાંચો બનાવ્યો નથી.
કેન્યાના રાષ્ટ્રપ્રમુખ રુટોએ કંપની પર આરોપ લગાવ્યો છે કે આટલા લાંબા સમય સુધી કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવા છતાં કાજિયાડો એરિયામા સ્થાનિકો માટે પુરતો રોજગાર, ઉદ્યોગ અને આર્થિક વિકાસના આધારે તૈયાર કરવામાં આવ્યા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે આખરે કાચો માલ વિદેશ કેમ મોકલાય રહ્યો છે અને સ્થાનિક સમુદાયને તેનો પુરતો લાભ કેમ મળ્યો નથી.
રૉયટર્સ પ્રમાણે, દક્ષિણ કેન્યાના વિકાસ પ્રવાસ દરમિયાન કાજિયાડોમાં લોકને સંબોધિત કરતા રાષ્ટ્રપ્રમુખ રુટોએ ટાટાના જૂના કારોબાર પર આકરી ટીપ્પણી કરી. તેમણે કહ્યુ કે કંપનીને લગભગ 100 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ મળ્યો. પરંતુ તેણે કાજિયાડોમાં કોઈ મોટી ફેક્ટ્રી લગાવી નથી. રુટોએ ભારપૂર્વક કહ્યુ કે ભવિષ્યમાં માઈનિંગ લાયસન્સ માટે રોકાણકારોને કાચા સોડા એશની આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવાના સ્થાને સ્થાનિક સ્તર પર પ્રોસેસિંગ યૂનિટ બનાવવાની શરત માનવી પડશે.
રુટોએ કથિતપણે કહ્યુ કે તે ટાટા કંપની પાસે 100 વર્ષ જૂનો કોન્ટ્રાક્ટ હતો. તેમણે કાજિયાડોમાં કોઈ ફેક્ટ્રી બનાવી નથી. તેમણે કહ્યુ છે કે અમે એક નવી કંપની લાવશે અને તેમણે અહીં કાજિયાડોમાં કાચની એક મોટી કંપની અને કેમિકલ બનાવનારી એક અન્ય કંપની લગાવવી જોઈએ. શું આપણે બીજા લોકોના ગુલામ છીએ?
રાષ્ટ્રપ્રમુખનું આ નિવેદન ત્યારે આવ્યું છે કે જ્યારે કેન્યાના માઈનિંગ મંત્રાલયે પહેલા જ ટાટાના ખનન સંચાલન પર રોક લગાવી દીધી હતી. 28 જુલાઈએ ખનન મામલાના કેબિનેટ સચિવ હસન જોહોએ કંપનીના સંચાલનને સસ્પેન્ડ કર્યું હતું. અધિકારીઓ તરફથી આની પાછળ ઘણાં કથિત નિયામકીય ઉલ્લંઘનોનો હવાલો આપવામાં આવ્યો, જેમાં સ્થાનિક ખરીદ સંબંધિત કાયદાઓનું પાલન ન કરવા, નિકાસ સાથે જોડાયેલા રેકોર્ડમાં કથિત ગડબડો અને કાઉન્ટીના ભૂમિ કરોની કથિતપણે ચુકવણી ન કરવાનું સામેલ છે.
જો કે ટાટા કેમિકલ્સે ક્હ્યું છે કે તેણે કેન્યાના નિયમોનું પાલન કર્યું છે. કંપનીએ એ પણ દાવો કર્યો છે કે તે લેક મગાડીની આસપાસ રહેનારા લગભગ 30 હજાર લોકોના સ્વાસ્થ્ય અને પાણી જેવી જરૂરિયાતો ઉપલબ્ધ કરાવે છે. જુલાઈના આખરમાં ટાટાએ કહ્યું હતું કે કેન્યા સરકારે તેનું યૂનિટ ટાટા કેમિકલ લિમિટેડની મગાડી સોડા ફેક્ટ્રીમાં કામકાજ રોકવા અને સોડા એશના એક્સપોર્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
લેક મગાડીમાં સોડા એશનું ખનન કોઈ નવો કારોબાર નથી. ટાટા કેમિકલ્સે 2005માં ઐતિહાસિક મગાડી સોડા કંપનીનું સંપાદન કર્યું હતું. તેના પછી ટાટા ગ્રુપ આ ક્ષેત્રમાં સોડા એશ અને તેની સાથે જોડાયેલા ખનીજ કારોબાર સાથે જોડાયેલું છે. સોડા એશનો ઉપયોગ મુખ્યત્વે કાચ,રસાયણ અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોના નિર્માણમાં કરવામાં આવે છે. હવે રુટો સરકાર ચાહે છે કે કેન્યા પોતાના કુદરતી સંસાધનોનો માત્ર નિકાસ કરે નહીં. પરંતુ કેન્યાની અંદર જ તેમનું વેલ્યૂ એડિશન અને ઔદ્યોગિક ઉત્પાદન થાય.
રાષ્ટ્રપ્રમુખ રુટોના આ નિર્ણય બાદ કેન્યામાં રાજકીય વિવાદ પણ વધી ગયો છે. વિપક્ષી ડેમોક્રસી ફોર સિટિજન્સ પાર્ટીના નેતાઓએ સરકાર પર રાજ્ય પ્રાયોજીત આર્થિક તોડફોડનો આરોપ લગાવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે ટાટાના સંચાલન પર રોક લગાવવાથી 1 લાખથી વધારે લોકોની આજીવિકા પ્રભાવિત થઈ શકે છે. આનાથી સેંકડો પ્રત્યક્ષ નોકરીઓ ખતરામાં પડી શકે છે.
વિપક્ષી નેતાઓએ એ પણ આરોપ લગાવ્યો છે કે આ કાર્યવાહીની પાછળ કોઈ અન્ય રાજકીય ઉદેશ્ય હોઈ શકે છે. તેમનો દાવો છે કે લેક મગાડી વિસ્તારમાં હાલના સંભવિત લિથિયમ ભંડાર અને ઓઈલ સંસાધનો પર નવા કારોબારી અને રાજકીય સહયોગીઓનો મોકો આપવા માટે હાલની કંપનીઓ પર દબાણ બનાવાય રહ્યું છે. જો કે કેન્યાની સરકારે આ આરોપોને નકાર્યા છે.