સુરતથી મહારાષ્ટ્ર જઈ રહેલી બસ વલસાડ પાસે પાણીમાં ફસાઈ, પોલીસે કર્યું રેસ્ક્યૂ
આ બસમાં કુલ 35 પ્રવાસીઓ બેઠેલા હતા. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં પોલીસકર્મીઓની સ્થાનિકોએ પણ મદદ કરી હતી. સારી વાત એ છે કે પોલીસે ન તો જાનહાનિ થવા દીધી છે કે ન તો કોઈ પ્રવાસીને ઈજા કે તકલીફ થવા દીધી છે. ગુજરાત પોલીસના જવાનોની આ કામગીરી પ્રશંસનીય છે અને તેમને લોકો ધન્યવાદ આપી રહ્યા છે.
ગુજરાતમાં ગત 36 કલાકથી સતત ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં સ્થિતિ બેહદ ખરાબ છે.
દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે ક્રમાંક -48 પર ટ્રાફિક અસરગ્રસ્ત થયો છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે વલસાડમાં પોલીસે પાણીમાં ફસાયેલી એક બસનું દિલધડક રેસ્ક્યૂ કર્યું છે. ગુજરાત પોલીસના જવાનો પાણીમાં ફસાયેલી બસના છાપરા પર બેઠેલા પ્રવાસીઓ માટે દેવદૂત બનીને સામે આવ્યા હતા.
પોલીસે સુરતથી મહારાષ્ટ્ર જઈ રહેલી બસના પ્રવાસીઓને સુરક્ષિત બચાવી લીધા છે. આ આખું ઓપરેશન વલસાડના અંભેટી પાસે થયું છે. વલસાડ મહારાષ્ટ્રને અડીને આવેલો ગુજરાતનો જિલ્લો છે.
સુરતથી મહારાષ્ટ્ર જઈ રહેલી બસ વલસાડમાં પુરની ઝપટમાં આવી હતી. જ્યારે બસ પાણીમાં ડૂબવા લાગી તો પ્વાસીઓ પોતાના જીવ બચાવવા માટે બસના છાપરા પર ચઢી ગયા હતા. આ ઘટનાની જાણકારી પોલીસને મળી. નાનાપોધા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને સતત વધી રહેલા પાણીના જળસ્તર વચ્ચે ફસાયેલી બસમાં બેઠેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.
આ બસમાં કુલ 35 પ્રવાસીઓ બેઠેલા હતા. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં પોલીસકર્મીઓની સ્થાનિકોએ પણ મદદ કરી હતી. સારી વાત એ છે કે પોલીસે ન તો જાનહાનિ થવા દીધી છે કે ન તો કોઈ પ્રવાસીને ઈજા કે તકલીફ થવા દીધી છે. ગુજરાત પોલીસના જવાનોની આ કામગીરી પ્રશંસનીય છે અને તેમને લોકો ધન્યવાદ આપી રહ્યા છે.
આ ઘટનાના એક વીડિયોમાં પોલીસકર્મી એક બાળકને સુરક્ષિત લઈ જતાં જોવા મળે છે. તેમણે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર ખાડવા માટે દોરડાનો ઉપયોગ કર્યો. પાણી હોવાથી નીકળવા માટે તેમને પહેલા લાઈફ જેકેટ આપવામાં આવ્યું હતું. પોલીસે તેમાં પુરી મદદ કરી. પોલીસના આ રેસ્ક્યૂ ઓપરેશનના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
એલર્ટ ગુજરાત સરકાર
ગુજરાતના વલસાડ જિલ્લાની સાથે નવસારી અને સુરતમાં ગત 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘી પુરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી અને હર્ષ સંઘી દક્ષિણ ગુજરાત પહોંચીને પુરને લઈને રાહત અને બચાવ કામગીરીને જોઈ રહ્યા છે. તેમણે ગુરુવારે નવસારીમાં એક પછી એક ઘણી બેઠકો પણ કરી. તેના પછી વલસાડની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.
વલસાડમાં સૌથી વધુ વરસાદ વરસ્યો
વલસાડના સ્થાનિક પ્રશાસનની મદદ માટે સેનાના 70 જવાનો પાંચ બોટ્સ સાથે તેનાત છે. આ સિવાય એનડીઆરએફની 5 ટીમો, એસડીઆરએફની 5 ટીમો અને ફાયરબ્રિગેડના 25 જવાનો પણ ખડેપગે છે. ઉમરગામ, વાપી, ધરમપુર અને પારડી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે.