GPSC બાદ TATની પરીક્ષાઓ પણ મોકૂફ, જાણો નવી તારીખ
ગુજરાતમાં વરસાદની 4 સિસ્ટમો સક્રિય હોવાથી હવામન વિભાગે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે
ગુજરાતમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેને કારણે જીપીએસસી બાદ TATની પરીક્ષાઓ ટાળી દેવાઈ છે. હવે TATની પરીક્ષા 8 ઓગસ્ટે યોજાશે. તેમજ પરીક્ષાર્થીઓને જૂની હોલ ટિકિટથી પ્રવેશ આપવામાં આવશે.
આ પહેલા જીપીએસસી દ્વારા લેવાનારી 34 કેડરની પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે. જીપીએસસી દ્વારા સોશયલ મીડિયામાં આની જાણકારી આપી છે. હવે જીપીએસસીની 34 કેડરની મોકૂફ થયેલી પરીક્ષા 9 ઓગસ્ટે યોજાશે.
ગુજરાતમાં વરસાદની 4 સિસ્ટમો સક્રિય હોવાથી હવામન વિભાગે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તેના ધ્યાનમાં રાખીને જીપીએસસી અને ટેટની પરીક્ષાઓને હાલ ટાળી દઈને નવી તારીખ જાહેર કરાઈ છે.
મહત્વપૂર્ણ છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ સહીતના રાજ્યના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આગમચેતીના ભાગરૂપે તકેદારીના પગલાં લઈ રહ્યું છે. જેમાં શાળા-કોલેજોમાં રજા રાખવી અને લોકોને બિનજરૂરી રીતે બહાર નહીં નીકળવા સહીતની સૂચનાઓ આપવામાં આવી છે.